________________
પત્રાંક-પ૭૯
૨૩ કરતાં પણ સૌથી એટલે પાંચેય ઇન્દ્રિયોના વિષયોથી. એટલે કે કોઈ એમ કહે કે આ મેં નજરોનજર જોયું કે આ સફેદ રંગ છે. પ્રત્યક્ષ છે કે આ સફેદ રંગ છે. વર્ણ તો ચક્ષુઇન્દ્રિયનો વિષય છે ને? કેટલું બધું પ્રત્યક્ષ છે? તો બહુ પ્રત્યક્ષ છે આ તો. હાથમાં સફેદઈ દેખાય છે. આના કરતા આત્મા પ્રત્યક્ષ છે, એમ કહે છે. કેમકે જ્ઞાન, આત્માનું જ્ઞાન કોઈ એક ઇન્દ્રિયના માધ્યમથી આ વર્ણ જણાય છે. આત્માને જાણવા માટેજાણનારને જાણવા માટે કોઈ માધ્યમની જરૂર નથી. એટલે અત્યંત પ્રત્યક્ષ છે. સૌથી અત્યંત પ્રત્યક્ષ છે.
“આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે, એવો પરમ પુરુષે કરેલો નિશ્ચયતે પણ અત્યંત પ્રત્યક્ષ છે. એ નિશ્ચય પરમ પુરુષે પરમ પુરુષના પોતાના જ્ઞાનમાં કર્યો. પણ અમને અમારા અનુભવમાં આ વાત પ્રત્યક્ષ છે એમ કહે છે. અત્યંત પ્રત્યક્ષ છે એટલે આવા અનુભવમાં આ વાત પ્રત્યક્ષ છે કે પરમ પુરુષે જે આત્માનું પ્રત્યક્ષપણું કહ્યું છે એ અમને પણ આત્મા પ્રત્યક્ષ અમારા અનુભવમાં વર્તે છે. આ એક વાક્ય પુરુષાર્થને ઉછાળે એવું વાક્ય છે. આવું જેવચનામૃત છે એવળી લખતાં લખતાં કેવી વાત નીકળી પડે છે.
આ એક જ્ઞાની સાથેના સમાગમનો એક અપૂર્વ પ્રકાર છે. કે કોઈ વાર સામાન્ય વાત ચાલતી હોય એમાંથી કોઈ એવી વાત નીકળી પડે છે. જો આત્માને ચોંટ મારે તો પરિણામની દિશા ફરી જાય. એટલી બધી આત્મા ઉપર અસર કરી જાય. એટલા માટે વિશેષ વિશેષ મહાપુરુષોનો સમાગમ કરવામાં આવે છે એનું કારણ એ છે. ભલે ગુરુદેવનું...
મુમુક્ષુ – એટલે પુરુષાર્થમાં પ્રમોદદેખાય છે? પૂજ્ય ભાઈશ્રી:-હા. પોતે લીધું છે. મુમુક્ષુ – એટલું બધું પ્રત્યક્ષ હોવા છતાં પ્રત્યક્ષ જેવું કાંઈ લાગતું નથી.
પૂજ્ય ભાઈશ્રી:- એવો એક બીજો પ્રશ્ન છે, કે આત્મા આનંદસાગર છે. એમ કહેવાય છે ને ? સાગર એટલે મહાસમુદ્ર. જોકે સમુદ્રની ઉપમા પણ નાની પડે છે, ટૂંકી પડે છે. એટલો બધો આત્મામાં આનંદ ભરેલો છે ! ત્યારે કોઈ પૂછે કે આટલો બધો આનંદ હોય પણ અહીંયાં એક છાંટો કેમ નથી આવતો? અંદરમાં જો દરિયાના દરિયા ભર્યા છે તો એક છાંટો તો કેમ દેખાતો નથી ? છાંટાનો કેમ અનુભવ થતો નથી? એને એમ કહી શકાય કે સમુદ્ર બાજુ પીઠ રાખીને તું ઊભો છે. કાંઠે જાય. હોય સમુદ્રના કાંઠે. લોકો પણ એમ કહે કે, ભાઈ ! તમે ક્યાં ઊભા છો ? કહે સમુદ્રના કિનારે ઊભા છો. અને રાખી હોય પીઠ. પછી એમ કહે કે, ભાઈ! સમુદ્રમાં કેટલું પાણી? કહે, અગાધ જળ છે.