________________
૨૨
રાજહૃદય ભાગ-૧૨ લખ્યા છે. કેમકે એ પોતે પણ એ પ્રકારની ઉપાધિક વિકલ્પોની અંદર ખેંચાવા માગતા નહોતા. એમને જે જોડાવું પડતું હતું એ પોતાને આધ્યાત્મિક રીતે અનુકૂળ નહોતું. પોતાને અંતર પરિણતિને એ વાત જરાય અનુકૂળ નહોતી. એટલે તમે એ બંધ કરો તો હું માનીશ કે તમે કાંઈક મારા ઉપર કૃપા કરી છે. ઠીક ! કેવી મૃદુ ભાષાથી પત્ર લખે છે !
બાકી કોઈ રીતે કયારે પણ ભિન્નભાવની બુદ્ધિથી મૌનપણું ધારણ કરવું મને સૂઝે એમ સંભવતું નથી, એવો નિશ્ચય રાખજો.' એટલે મારા અને તમારામાં અમે જુદાઈ રાખી નથી. આ મારું અને આ તમારું. મારું મારું અને તમારું મારું નહિ, મારું તમારું નહિ એવો કોઈ ભિન્નભાવ મેં રાખ્યો નથી. રાખવાનો સંભવ પણ નથી, એવું મને સૂઝે એવું નથી અને તમે એ નિશ્ચયમાં રાખજો. એટલે એવી પરિસ્થિતિમાં કોઈ મૂકાઈ જાય તો પોતે કાંઈ જરાપણ એને પડખે ન આવે એવું તો બને નહિ. માનસિક રીતે દ્રવ્યથી અને ભાવથી બન્ને રીતે એ એમના પ્રત્યે તો એમને વિશેષ કરુણાબુદ્ધિ હતી અથવા એમના પ્રત્યે તો સાધર્મીપણાનો ભાવ પણ વિશેષ હતો.
‘આટલી ભલામણ દેવી તે પણ ઘટારત નથી....' તમારી યોગ્યતા એવી સારી છે કે તમને તો આટલું પણ લખવાનું હોય જ નહિ. ‘તથાપિ સ્મૃતિમાં વિશેષતા થવા લખ્યું છે.’ છતાં પણ તમારી યાદદાસ્ત વધારે પાકી થાય, વિશેષતાવાળી થાય એટલા માટે લખ્યું છે. ‘આવવાનો વિચાર કરી મિતિ લખશો. જે કંઈ પૂછવું કરવું હોય તે સમાગમે પુછાય તો કેટલાક ઉત્તર આપી શકાય.’ એટલે એ પણ તૈયારી કરજો, કે તમારે શું શું જાણવું (છે) ? શું શું સમજવું છે ? એ પૂછવાની પણ તૈયારી કરીને આવજો. રૂબરૂમાં બધા ઉત્તર આપી શકાશે. હાલ પત્ર દ્વારા વધારે લખવાનું બની શકતું નથી. ટપાલ વખત થવાથી આ પત્ર પૂરું કર્યું છે.’ એ દિવસોમાં તો રોજના એક કે બેવાર ટપાલ નીકળે. એટલે વેપારીને બધો ખ્યાલ હોય કે છેલ્લો ટપાલનો આ સમય છે. પછી સીધું બીજે દિવસે જાય.
શ્રી ડુંગરને પ્રણામ કહેશો. અને અમારા પ્રત્યે લૌકિક દૃષ્ટિ રાખી, આવવાના વિચારમાં કંઈ શિથિલતા કરશો નહીં, એટલી વિનંતિ કરશો.' લૌકિકદૃષ્ટિ એટલે શું ? કે પારકાપણું રાખીને. આપણે ક્યાં જાવું ? કાંઈ સંકોચ રાખવો. એવું નહિ રાખતા. લૌકિકદૃષ્ટિએ જે સંકોચ રાખવાનું થાય એ ન રાખે. ખુશીથી આવે. આખા પત્રની અંદર છેલ્લું વાકય બહુ જોરદાર છે. આ પત્ર તો આખો વ્યવહારિક રીતે લખેલો છે પણ એક વચન છે એ એકદમ પારમાર્થિક અભિપ્રાયનું છે.
આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે,..' આ જેટલા પદાર્થો ઇન્દ્રિય પ્રત્યક્ષ છે એના