SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૫ પત્રાંક-૬૨૭. ઓળખાશે. અથવા પરમચૈન્યપણું એ ત્રણેમાં બળવાન સાધન છે. એમ લીધું છે. પરમ દૈન્યપણું એ ત્રણેમાં બળવાન સાધન છે; અને ત્રણેનું બીજ મહાત્માને વિષે પરમ પ્રમાણિ એ છે એટલે સત્પરુષની ભક્તિ એ ત્રણેનું બીજ છે. જોકે બીજામાં તો એ જ વાત છે. પણ બાકીના બે સમાવેશ કરી લીધા. તાત્પર્ય શું નીકળે છે? ઉપદેશબોધને અંગીકાર કરતા સિદ્ધાંતબોધને બિલકુલ ન સ્પર્શે તોપણ યોગ્ય નથી. સિદ્ધાંતબોધને અનુસરવા માટે એનો દર્શનમોહ અને ચારિત્રમોહમાં કષાયરસ મંદ પડે નહિ અને એને કોઈ સિદ્ધાંતબોધનું ગ્રહણ થાય, અંગીકાર થાય એ કોઈ પરિસ્થિતિ નથી. ત્યારે એમણે એક રસ્તો કાઢ્યો કે જ્યારે વાત આવી સીધી સાદિનથી અને થોડીક અટપટી છે તો કરવું શું? હવે કરવું શું? સરવાળે વાત એ છે કે આનો સરવાળો શું પણ?. એમણે એ સરવાળો પણ ત્યાં આપ્યો છે કે સર્વથી વાત એવી છે કે જો કોઈ સપુરુષ મળતા હોય, વિદ્યમાન હોય તો તું એના શરણમાં ચાલ્યો જા. તને બેય ચીજ ત્યાંથી મળશે. એ એક સુગમ ઉપાય છે, એ એક સરળ ઉપાય છે, સહેલો ઉપાય છે અને થોડો બિનજોખમી ઉપાય છે. એ થોડો બિનજોખમી ઉપાય છે. હવે એમાં શું એમણે બેમાંથી... પકડ્યું છે આ. એ બહુ સારું. ઘણા વિચાર, ચિંતન, મંથન અને અનુભવના નિષ્કર્ષરૂપ આ વાત એમણે કાઢી છે. જે ૨૫૪માં વાત કાઢી છે. કે અનેક જીવો વૈરાગ્ય ઉપશમમાં આવે છે અને એને લઈને ત્યાગ પણ ઘણો છે. અનેક જીવો ક્ષયોપશમ વિશેષને લઈને ઘણો શાસ્ત્ર અભ્યાસ કરે છે. અને બંને નથી પામતા એમ જોવામાં આવ્યું છે. અને ક્યાંક તો બે ભેગું હોય અને ન પામતા હોય એવું પણ જોવામાં આવ્યું છે. કોઈ એકલા ત્યાગ-વૈરાગ્ય ઉપર વયા ગયા તો આત્મસિદ્ધિમાં કીધું કે “અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજભાન તો કોઈને શાસ્ત્રાભ્યાસ થયો અને ત્યાગ-વૈરાગ્યનો વિકલ્પ જ નથી. કે ભાઈ જ્ઞાન કરો. જ્ઞાનથી જ આગળ વધાશે. તો કહે છે કે એનું પણ આમાં કામ નથી. જો ચિત્તમાં ત્યાગ વૈરાગ્ય નથી તોપણ આત્મજ્ઞાન થાય એવું નથી. “થાયન તેને જ્ઞાન.” ત્યાગ અને વૈરાગ્ય ન હોય તો એને જ્ઞાન થવાનો પ્રશ્ન નથી. હવે કોઈ બેય કરે છે. અને બેય સંપ્રદાયની અંદર બેય થોડું થોડું છે અને છતાં પણ નથી પામતા. આ પણ પરિસ્થિતિ થઈને ? એ પરિસ્થિતિની અંદરએમણે જેમાર્ગ કાઢ્યો છે એ બહુ સુંદર માર્ગ કાઢ્યો છે. આ વિષયની અંદર સપુરુષને ઓળખવા, ઓળખવાની તીવ્રતા રાખવી તો ઓળખાશે. અને મુમુક્ષતા યથાર્થ આવી હશે તો મુમુક્ષના નેત્રો મહાત્માને ઓળખી લે
SR No.007187
Book TitleRaj Hriday Part 12
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy