________________
૩૭૪
રાજહૃદય ભાગ-૧૨
ઉદાસીનતા હોવી જોઈએ. એ મુખ્યપણે ઉપદેશબોધના વિભાગમાં જાય છે. તોપણ એ ઉપદેશ કરતા એ સિદ્ધાંતબોધ વચ્ચે લઈ આવ્યા છે. હવે ખુલાસો વાંચો. સિદ્ધાંતબોધ વચ્ચે લઈ આવ્યા છે.
આ લોકની અલ્પ પણ સુખેચ્છા, એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. તે હોવાનાં કારણો નિઃશંકપણે તે “સત્ છે એવું દૃઢ થયું નથી, અથવા તે પરમાનંદરૂપ’ જ છે એમ પણ નિશ્ચય નથી.’ સત્ અને પરમાનંદરૂપ સ્વરૂપનો નિશ્ચય છે એ વિચારમાર્ગમાં અને સિદ્ધાંતબોધના વિભાગમાં જાય છે. એટલે એમ કહ્યું કે એ સુખેચ્છાનું નિવારણ થવા અર્થે એને સિદ્ધાંતબોધના આધારે આ નિવારણ કરવું જોઈએ. નહિત૨ (સત્ પરમાનંદરૂપ જ છે એમ) નહિ રહે. સૂક્ષ્મ રહી જશે. સૂક્ષ્મ રહી જશે એટલે શું થશે ? કે મુમુક્ષુતામાં કષાયની મંદતા હોવાને લીધે કેટલોક આનંદ અથવા શાતા અનુભવાય છે તે પ્રિય લાગે છે.
ઉપદેશબોધ અંગીકાર કરનારને વૈરાગ્ય ઉપશમ થશે એટલે કષાય મંદ થશે. કષાય મંદ થશે એટલે શાતા વેદાશે. શાતા વેદાશે એટલે એ શાતા સારી લાગશે. કેમકે કષાયની તીવ્રતામાં આકુળતા ઘણી છે. ત્યાંથી કેમ ખસશે ? એટલે એને આત્મા સત્ પરમાનંદરૂપ છે એ જે દ્રવ્યાનુયોગનો સિદ્ધાંતનો વિષય છે એના અવલંબને એ દોષ ટાળવો જોઈએ. એટલે અહીંયાં બે વાત ભેગી થઈ ગઈ. સિદ્ધાંત અને ઉપદેશબોધ સાથે થઈ ગયા. મુદ્દો છે ઉપદેશબોધનો પણ પોતે એના ખુલાસામાં સિદ્ધાંતબોધને વચ્ચે લઈ આવ્યા. બીજા મુદ્દામાં એકલો ઉપદેશબોધ લીધો છે કે સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ ભલે ચોથા ગુણસ્થાને હોય, અવિરતી હોય. પરમેશ્વરબુદ્ધિ આવવી ઘટે છે. એમાં એ સિદ્ધાંત વચ્ચે નથી લાવ્યા. એકલો ઉપદેશબોધ રાખ્યો છે.
ત્રીજો તો ચોખ્ખો મુદ્દો જ દ્રવ્યાનુયોગનો છે. તોપણ એમાં ઉપદેશબોધ વચ્ચે લાવ્યા છે. આ બંને થયા હોય તોપણ વાસ્તવિક તત્ત્વ પામવાની કાંઈક ઓછાઈને લીધે પદાર્થ નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે.’ ‘મિથ્યા સમતા આવે છે. કલ્પિત પદાર્થને વિષે સત્ત્ની માન્યતા હોય છે જેથી કાળે કરીને અપૂર્વ પદાર્થને વિષે પરમ પ્રેમ આવતો નથી.’ એટલે મહિમા આવતો નથી. એ જ પરમયોગ્યતાની હાનિ છે. એ જે ત્રીજું કારણ છે, પહેલું અને ત્રીજું કારણ જવા માટે બીજા કારણની હાનિ કરવી.’ એટલે પહેલું અને ત્રીજું. એક છે ઉપદેશબોધનું, બીજું જે સિદ્ધાંતબોધનું. એ બંને નુકસાન કરતા કારણો છે. એને તોડવા માટે બીજા કારણને આગળ કરવું. કોઈ મહાત્માના યોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવાની પરમ તીવ્રતા રાખવી. તો