________________
પત્રાંક-૬૨૧
૩૪૩ આટલો પ્રતિબંધ વધ્યો. જેટલો પરિચય વધ્યો એટલો પ્રતિબંધ વધ્યો. અને હાલ કંઈ પણ તેવું થયું છે, એમ લાગે છે. પહેલેથી એમ લાગ્યું હતું એ વાત હવે પાકી થઈ ગઈ છે. એમ જ થયું. આ તો બીજું કાંઈ નથી થયું. જે ખ્યાલમાં આવ્યું હતું એવું જ બન્યું છે એમ લાગે છે.
વર્તમાન આત્મદશા જોતાં તેટલો પ્રતિબંધ થવા દેવા યોગ્ય અધિકાર મને સંભવતો નથી. મારે જો મારા આત્મામાં વિશેષ વિકાસ કરવો હોય, આત્મિક વિકાસ કરવો હોય તો મારે આ સંગ ઓછો કરી નાખવો જોઈએ. એટલે એ પ્રતિબંધ ન થાય, ન થાય એવું મને લાગે છે. પ્રતિબંધ થવા યોગ્ય હું નથી. મને નુકસાન કરવું એ મને પાલવે નહિ એમ ચોખ્ખું કહે છે. અત્રે કંઈક પ્રસંગથી સ્પષ્યર્થ જણાવવા યોગ્ય છે. હવે એનો ખુલાસો કરીએ છીએ. ચોખ્ખી વાત લખીએ છીએ. સ્પષ્ટ એટલે ચોખ્ખું. અર્થ એટલે ભાવ.ચોખ્ખો ભાવ જણાવીએ છીએ.
આ આત્માને વિષે....” એટલે અમારો આત્મા-પોતાને માટે, “આ આત્માને વિષે ગુણનું વિશેષ વ્યક્તત્વ જાણી.” વ્યક્તપણું. વ્યક્તત્વ એટલે વ્યક્તપણે જાણી ‘તમ વગેરે કોઈ મુમુક્ષુ ભાઈઓની ભક્તિ વર્તતી હોય તોપણ તેથી તે ભક્તિની યોગ્યતા મારે વિષે સંભવે છે એમ સમજવાને યોગ્યતા મારી નથી...લ્યો, ઠીક ! હદ કરે છે ને! ચોખ્ખું લખી નાખે છે. આવું મારે ચોખું નહોતું લખવું જોઈતું પણ હવે લખી નાખું છું. મને ગુણ પ્રગટ થયા છે. વ્યક્ત થયા છે એટલે ગુણનું વ્યક્તપણે અમારામાં થયું છે, પ્રગટપણું થયું છે એમ તમે લોકોએ જાણ્યું અને તેથી મુમુક્ષુ ભાઈઓને મારા પ્રત્યે ભક્તિ વર્તે છે પણ એવી યોગ્યતા મારી નથી. તમે મારી ભક્તિ કરો એવી મારી યોગ્યતા નથી.
મુમુક્ષુ -નિમનતા બતાવવા નથી લખ્યું પણ ખરેખર એમ લખ્યું છે. પૂજ્ય ભાઈશ્રી –ખરેખર એમને એની અપેક્ષા નથી. કોઈ ભક્તિ કરે એ અપેક્ષા એમની નથી. કે આમાં શું થઈ ગયું ? એમાં શું છે ? આ બહુ મેળવવા જેવો વિષય છે, વિચારવા જેવો વિષય છે.
સોગાનીજીએ ચર્ચામાં એક જગ્યાએ કહ્યું છે કે “સમ્યગ્દર્શન હો ગયા તો ક્યા હો ગયા?’ ગુણ પ્રગટ થયા ને? અનંત ગુણ પ્રગટ થયા તો ક્યા હો ગયા? સિદ્ધાલયમાં અનંત સિદ્ધો બિરાજે છે. હું તો હજી અનંતમા ભાગે છું. અનંત આત્માઓ સિદ્ધાલયમાં સિદ્ધપણે બિરાજે છે. કેમ એની કોઈ ભક્તિ કરતું નથી ? અરે! અત્યારે કોઈને નામની ખબર નથી કે ક્યા કયા નામ? એનું નામ છેલ્લે શું હતું? છેલ્લે શું નામ હતું ? આમ તો