________________
૩૪૨
રાજહૃદય ભાગ-૧૨ પત્ર છે. શું કહે છે એટલે તો અમને લખાણ લખતા ચિત્ત સંક્ષેપ થાય છે.
જોકે કંઈ પણ તે વિષે સ્પષ્યર્થથી લખવાનું બન્યું હોય તો પત્ર તથા સમાગમાદિની રાહ જોયા કરાવ્યાનું અને તેમાં અનિશ્ચિતપણું થતું હોવાથી કંઈ ફ્લેશ પ્રાપ્ત થવા દેવાનું કે અમારા પ્રત્યેથી થાય છે તે થવાનો સંભવ ઓછો થાય... જો આ બાબતમાં કેટલીક ચોખવટ કરી હોય તો તમને ખ્યાલ આવી જાય કે આમના કાગળના જવાબ ધાર્યા નહિ આવે અને આ બહુ સમાગમ પણ ઇચ્છતા નથી. એવું જો જણાવી દઈએ તો તમને આકુળતા ન થાય. ક્લેશ થાય એટલે આકુળતા. કેમ મારા પત્રનો જવાબ ન આવ્યો? કેમ મને ત્યાં આવવા માટે ના પાડે છે? અથવા હા ન પાડી? એ જાતની આકુળતા એને ન થાય. અમારા પ્રત્યેથી જે થાય છે એ ન થાય. જો તમને કેટલીક સ્પષ્ટ વાત કરી દીધી હોય તો તમને પછી એમ ન થાય કે આમ કેમ કરે છે? એમ ન લાગે. કેમકે તમે એમ થવાનું કારણ જાણો છો. તે સવાલ થવાનો સંભવ ઓછો થાય.
પણ તે વિષે સ્પષ્ટાર્થથી લખતાં. પણ એવું ચોખ્ખું લખતાં ચિત્ત ઉપશમ પામ્યા કરે છે,” લખતા લખતા વળી પરિણામ પાછા વળી જાય છે. આવી વાત ક્યાં લખવી. “એટલે સહજે કાંઈ થાય તે થવા દેવું એમ યોગ્ય લાગે છે. આવું લખવું એના કરતા જે થાય તે થવા દેવું. “વવાણિયેથી વળતી વખત. પછી નીચે ચોખવટ કરશે, આ Paragraph પછી. “વવાણિયેથી વળતી વખત ઘણું કરી સમાગમનો યોગ થશે.' જતી વખતે નહિ પણ વળતી વખતે સમાગમનો યોગ થશે.
ઘણું કરી ચિત્તમાં એમ રહ્યા કરે છે કે હાલ વધારે સમાગમ પણ કરી શકવા યોગ્ય દિશા નથી. અત્યારે કોઈ વધારે તમારો સમાગમ થાય એવું હું ઇચ્છતો નથી. પ્રથમથી આ પ્રકારનો વિચાર રહ્યા કરતો હતો. એટલે પોતાને એકાંતમાં રહેવાની ઘણી ઇચ્છા છે. નિવૃત્તિક્ષેત્રમાં પણ એકાંતમાં રહેવું છે. એટલે પહેલેથી જ આ પ્રકારનો વિચાર રહ્યા કરતો હતો. “અને જે વિચાર વધારે શ્રેયકારક લાગતો હતો....... અને
એકાંતમાં રહેવું એ મારા આત્મા માટે મને શ્રેયકારક લાગતું હતું. પણ ઉદયવશાત્ કેટલાક ભાઈઓનો સમાગમ થવાનો પ્રસંગ થયોપહેલેથી જ આમ લાગતું હતું. પ્રથમથી એટલે બહુ પહેલેથી આમ લાગતું હતું કે આ આજુબાજુ ટોળું ન વધે તો સારું. પણ ઉદય જ એવો છે કે ઘણા ભાઈઓનો સમાગમ પ્રાપ્ત થઈ ગયો. ઘણાને પરિચય થયો, ઘણા સમાગમમાં આવ્યા, ઓળખાણમાં આવ્યા. જે એક પ્રકારે પ્રતિબંધ થવા જેવું જાણ્યું હતું અને એ વખતે જ ખ્યાલ આવ્યો હતો કે આ આપણે બંધન વધ્યું,