________________
૩૩૬
રાજય ભાગ-૧૨
નથી. એ પ્રવૃત્તિને એમ બતાવે છે કે સહજ પ્રવૃત્તિ એટલે કે પ્રારબ્ધ ઉદયે ઉદ્ભવ થાય. સામે ચાલીને. પ્રારબ્ધોદયે ઉદ્ભવ થાય તે, પણ જેમાં કર્તવ્ય પરિણામ નહીં.’ મારે આમ કરવું છે. પોતાની કોઈ ઇચ્છા હોય, પોતાનો વિકલ્પ હોય એમ નહિ. જે ઉદય સહેજે સહેજે ઊભો થયો હોય તે. એ બહા૨માં સહજપ્રવૃત્તિ છે.
બીજી ઉદીરણ પ્રવૃત્તિ જે પરાદિ યોગે કરવી પડે તે.’ એ બીજાને માટે ક૨વી પડે છે. કેમકે પોતે... ‘સોગાનીજી’ કહે છે એમ મૈં તો અજરૂરિયાતવાલા હું.’ શું છે ? મૈં તો અજરૂરિયાતવાલા હું.’ એકવાર તો ઘરમાં પણ કહી દીધું કે મેં પંગુ હો ગયા હું.’ પંગુ એટલે પાંગળો. પાંગળો એટલે માણસ અપંગ થાય ને ? હાથ-પગ ભાંગી જાય ત્યારે માણસ અપંગ થાય કે બહુ તો મંદવાડ આવે તો પથારીવશ થઈ જાય. તો કહે, હું હવે પરાધીન છું, મારી મેળે કાંઈ કરી શકતો નથી. મેં તો પંગુ હો ગયા હું. દો ટાઈમ કે લીયે રોટી ખીલા દેના.’ ઘરના સભ્યોને શું કીધું ? બે વખત રોટલી ખવડાવી દેજો. બાકી હું પાંગળો છું હવે. શારીરિક રીતે પાંગળા નહોતા. હજી બાવન વર્ષે તો દેહ છોડ્યો છે. એ પહેલાની ૧૮ વર્ષની આ સ્થિતિ છે. બાવન વર્ષ પહેલાની ઉંમરની ૧૮ વર્ષની આ સ્થિતિ છે. ૧૮ વર્ષથી શાનદશા હતી. વેપાર કરતા હતા, ધંધો કરતા હતા. કોઈ મોટા શ્રીમંત નહોતા. છતાં અંદરથી સુખી હતા. અતિ સુખી હતા, ઘણા સુખી હતા. ઘરમાં એમ કહી દીધું, હું પાંગળો છું. રોટલી ખવડાવી દેજો. છતાં પ્રવૃત્તિ તો કરે છે. પછી કોના માટે કરે છે ? પરાર્થે કરે છે, બીજાને માટે કરે છે. પર એટલે બીજા. પોતાને માટે કરતા નથી. બીજી ઉદીરણ પ્રવૃત્તિ જે પરાદિ યોગે કરવી પડે તે.’ કરવી એટલે કરે છે એટલે ક૨વી પડે છે. એવું પ્રારબ્ધ છે કે જેને લઈને ક૨વી પડે છે. ક૨ે છે એમ નથી.
મુમુક્ષુ :– વેપાર આદિ બધા કરવા પડે છે.
પૂજ્ય ભાઈશ્રી :– કરવા પડે છે. એમનું ચાલે (તો સર્વસંગપરિત્યાગ કરી ચાલી નીકળે).
‘હાલ બીજી પ્રવૃત્તિ થવામાં આત્મા સંક્ષેપ થાય છે,...’ અને એ જે પ્રવૃત્તિ કરવી પડે છે. જેમાં ઇચ્છા વગેરે રાગ, દ્વેષ, મોહ બધું દેખાય એ જાતની પ્રવૃત્તિ છે. એમાં આત્મા સંક્ષેપ થાય છે.’ એમાં અંદરથી આત્મા સંકોચાય છે, પાછો પડે છે. શું થાય છે ? આત્મા પાછો પડે છે એમ કહે છે. કેમકે અપૂર્વ એવા સમાધિયોગને તે કારણથી પણ પ્રતિબંધ થાય છે,...' અપૂર્વ એવો જે સમાધિયોગ એને આ કારણે, આ ઉદીરણ પ્રવૃત્તિને કારણે થોડો રૂકાવટ આવે છે. અમારી જે દશા વધતી જોઈએ એ વધતી દશામાં રૂકાવટ છે. કેવી રીતે એ જરા વિચારવા જેવું છે.