________________
પત્રાંક-૬ ૨૦
૩૩૫
કહે છે. મુનિપણામાં આવવાનો પુરુષાર્થ કરું છું. ‘સર્વંશ અસંગતા જન્મે એવો પ્રકાર ભવો ઘટે.’
મુમુક્ષુ :– સ્વરૂપની સાવધાની તો છે પણ વધારે સાવધાની...
પૂજ્ય ભાઈશ્રી :– હા. વિશેષ સાવધાન થાય છે, વિશેષ જાગૃત થાય છે, એ વખતે વિશેષ પુરુષાર્થ કરે છે. અને એ સહજ થાય છે એટલે ભવો ઘટે એમ લખે છે. એ શબ્દમાં એની સહજતા પ્રદર્શિત કરે છે કે એ પણ ભજવો ઘટે છે. એમાં કૃત્રિમતા નથી. જેમ સાવધાની સહજ જ વધે ને ? માણસ એકદમ ઘેરાઈ જાય તો સાવધાની સહજ જ વધે છે. બસ ! એ પ્રકાર છે. ત્યાં દેહરૂપી પોતાને જાતને બચાવવાની સાવધાની છે. અહીંયાં આત્મારૂપી પોતાની જાતને બચાવવાની સાવધાની છે. બસ ! આમ વાત છે.
મુમુક્ષુ ઃ– જ્ઞાનીને આમ ઉદયનું જોર વધે અને અંતરમાં પુરુષાર્થ વધે.
પૂજ્ય ભાઈશ્રી :– પુરુષાર્થ વધે છે. અજ્ઞાનીને પ્રતિકૂળતા વધારે આવે તો એકદમ પ્રતિકૂળતાનું Tension વધી જાય છે. અનુકૂળતા વધારે આવે તો એનો હરખ વધી જાય છે. કેમકે એને અંદરની કોઈ સાવધાનીનો પ્રકાર નથી. ત્યારે જ્ઞાની આ વિષયમાં જાગૃત છે. એને પણ અનુકૂળ અને પ્રતિકૂળ બેય પ્રકારના ઉદય આવે છે. ઘણા અનુકૂળ ઉદય પણ આવે અને ઘણા પ્રતિકૂળ ઉદય પણ આવે. બધા પ્રકાર ભજે. તદ્દન નિર્ધનતા પણ આવે, રોગ પણ, મહારોગ પણ થાય. બધું થાય. એવી પ્રતિકૂળતા આવે. બહુ અપમાન થાય, ઘણું અપમાન થાય એવા પણ પ્રસંગ આવે, ઘણું બહુમાન થાય એવા પણ પ્રસંગ આવે. એકદમ સમૃદ્ધિ વધે એવા પણ પ્રસંગ આવે. એકદમ તંદુરસ્તી વધે એવા પણ પ્રસંગ આવે. ગમે તે હોય એને એક જ ખાતું છે, બીજું ખાતું નથી.
આ તો જગતની દૃષ્ટિએ આ બધા ભેદ પાડવામાં આવે છે. એમને તો બધું એક ખાતામાં ખતવવાનું છે. બીજું ખાતું એમની પાસે નથી. સ્વ તે સ્વ અને પ૨ તે ૫૨. બે જ ખાતા છે. એક સ્વનું ખાતું, એક પ૨નું ખાતું. આ Entry સ્વની છે તો એ બાજુ લઈ જાવ. આ ૫૨ની Entry છે તો એ બાજુ લઈ જાવ. જાવ.
હવે બાહ્ય પ્રવૃત્તિને વધારે સ્પષ્ટ કરે છે. ‘કેટલાક વખત થયાં સહજ પ્રવૃત્તિ અને ઉદીરણ પ્રવૃત્તિ એમ વિભાગે પ્રવૃત્તિ વર્તે છે.’ એક બાહ્ય પ્રવૃત્તિમાં બે ભાગ થાય છે. એમાં પણ બે પ્રકાર ઉત્પન્ન થાય છે. મુખ્યપણે સહજ પ્રવૃત્તિ છે. હવે એ બે ભાગમાં શું છે ? કે મુખ્યપણે તો સહજ પ્રવૃત્તિ છે. એટલે કોઈ ઉદય આમ આવે તો ઠીક અને આમ ન આવે તો ઠીક. એ પ્રકારમાં કાંઈ પ્રર્વતા નથી. અથવા મુખ્યપણે કોઈ ઇચ્છાઓ એકદમ ઉત્પન્ન થયા કરે, ઇચ્છાઓ વધતી જાય એ પ્રકારે પણ પરિણામની પ્રવૃત્તિ