SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ અજહૃદય ભાગ-૧૨ પૌદ્ગલિક ફેરફારો કેવા કેવા થાય એ તો એને એ વાત ખ્યાલમાં આવી જવી જોઈએ. જેમ કે તીર્થંકરદેવ છે. તો એમને કોઈ રિદ્ધિસિદ્ધિ બાકી નથી. જોકે એમને વિકલ્પ નથી. એટલે ૩૪ અતિશય એમના પ્રગટ છે. એ સિવાય એમને કોઈ વિકલ્પ નથી. એટલે વધારામાં કોઈ વાર થાય કે એ કરે. પણ કોઈ બાકી નથી એટલો મોટો પુણ્યયોગ છે. જબરદસ્ત! કેમકે સંપૂર્ણ શુદ્ધ થઈ ગયા છે. તો એવું જેને સમજાય, આત્માનું સામર્થ્ય જેને સમજાય એને આવી વાતમાં શંકા ન પડે. શું વાત લીધી એમણે ? આત્માના સામર્થને સમજે, આત્માની પવિત્રતાને સમજે, એ પુણ્યને ન સમજી શકે ? એમ કહે છે. આ તો પુણ્યયોગ છે. એને પુણ્યયોગ સમજવો તો સહેલો પડે. તમને કેમ શંકા પડી ? એમ કહે છે. જુઓ ! એમાંથી કેવી વાત કાઢી! કે તમને અંદેશો રહે છે એ અમને આશ્ચર્ય લાગે છે. તમને આવી વાત અંદર કેમ શંકા પડી? જેને આત્મપ્રતીતિ ઉત્પન્ન થાય તેને સહેજે એ વાતનું નિઃશંકપણું થાય.” આત્માનું જ્ઞાન કરવાવાળાને તો એ બધું અંદર એની સમજણમાં આવી જ જાય, એમ કહે છે. એને એમાં શંકા નથી. કેમકે આત્મામાં જેસમર્થપણું છે, તે સમર્થપણા પાસે એ સિદ્ધિલબ્ધિનું કાંઈ પણ વિશેષપણું નથી. એટલે જે ઉત્કૃષ્ટ સામર્થ્યને સમજે, તે અનુત્કૃષ્ટ સામર્થ્યને ન સમજે તો એ ઉત્કૃષ્ટ સામર્થ્ય શું સમજ્યો ? એને પ્રતીતિ કેવી રીતે આવે? આ તો સામર્થ્યની પ્રતીતિ કરવાની છે. અને તમે તો એ Lineમાં આગળ વધો છો. તમને કેમ શંકા પડી ? જુઓ! કેવો પ્રશ્ન કાઢ્યો છે ! “સોભાગભાઈની યોગ્યતામાં કચાશ ક્યાં રહી છે? એક જાતનો વિપર્યા છે. એ સૂક્ષ્મ વિપર્યાસ પકડ્યો એવા પ્રશ્નો કોઈ કોઈ વાર લખો છો તેનું શું કારણ છે...” શું કહે છે? રિદ્ધિસિદ્ધિ બાબતના એવા પ્રશ્નો કોઈ કોઈ વાર લખો છો તેનું કારણ શું છે પણ મૂળમાં? એ કહો ને પોતે પકડ્યું છે કે એમને જે પ્રતિકૂળતાઓ હતી એની મૂંઝવણ હતી. એમાં સમાધાન થાતું નહોતું. અને એમને એમ લાગતું હતું કે આમની પાસે કાંઈક રિદ્ધિ-સિદ્ધિ છે. “શ્રીમદ્જી'ની ચમત્કારીક પુરુષ તરીકે બહુ મોટી આબરૂ હતી અને હતું પણ ખરું કાંઈક. એમણે એક જગ્યાએ એકરાર કર્યો છે કે છે. પણ અમારો વિકલ્પ હજી સુધી ગયો નથી. સ્વપ્ન પણ વિકલ્પ આવશે પણ નહિ પણ છે એની કાંઈ અમે ના કહેતા નથી. એમ કહીને એક વાક્યની અંદર સ્વીકાર કરી લીધો છે. આગળ એક પત્ર આવી ગયો. એટલે એમને પણ એ વિશ્વાસ હતો કે આમની પાસે કાંઈક છે. ધારે તો મારું
SR No.007187
Book TitleRaj Hriday Part 12
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy