________________
૨૪૭.
પત્રાંક-૬૦૧ ચમત્કાર સાધવાની વાત છે. એવી અસંખ્ય પ્રકારની વિદ્યાઓ છે.
અષ્ટમહાસિદ્ધિ આદિ જે જે સિદ્ધિઓ કહી છે, % આદિમંત્રયોગ કહ્યાં છે...” છે પત્રો પણ કેટલા બધા વિષય ચાલી ગયા છે, જુઓ !વિધવિધ પ્રકારના વિષય ખોલ્યા છે એમણે. તે સર્વ સાચાં છે. એટલે એ બધી વિદ્યાઓ જગતમાં છે. પરંતુ આત્મઐશ્વર્ય પાસે એ સર્વ અલ્પ છે. આત્માના સામર્થ્ય પાસે એ તો અલ્પ છે. એ તો કાંઈ નથી, એમ કહે છે. આગળ એક જગ્યાએ આવશે, કે જે ઉપયોગને શુદ્ધ કરે, રિદ્ધિસિદ્ધિ તો એના પગમાં આળોટે છે. જે ઉપયોગ શુદ્ધ કરી જાણે, રિદ્ધિસિદ્ધિ તો એના પગમાં આળોટે છે. એને કાંઈ કિંમત નથી. એ આળોટે તોપણ સામું ન જોવે. શુદ્ધોપયોગનું એવું સામર્થ્ય છે, એટલી કિમત છે !
“આનૈશ્વર્ય પાસે એ સર્વ અલ્પ છે. જ્યાં આત્મસ્થિરતા છે, ત્યાં સર્વ પ્રકારના સિદ્ધિયોગ વસે છે. જાવ. એની આજુબાજુ બધા વસી ગયા, આવી ગયા. એને કાંઈ એ સિદ્ધિયોગની જરૂર નથી. “આ કાળમાં તેવા પુરુષો દેખાતા નથી...... એ વાત ઠીક છે કે આ કાળમાં તેવા પુરુષો દેખાતા નથી. આ કાળમાં ધતીંગ ઘણું ચાલે છે. પણ એવા ખરેખર કોઈ રિદ્ધિસિદ્ધિવાળા જોવામાં આવતા નથી. તેથી તેની અપ્રતીતિ આવવાનું કારણ છે કેમકે એ વાત પછી કાળે કરીને ખુલે છે એટલે એમ લાગે છે કે, ભાઈ ! આમાં કાંઈ લાગતું નથી. આમાં બધી ગડબડ જ ચાલે છે. -
પણ વર્તમાનમાં કોઈક જીવમાં જ તેવી સ્થિરતા જોવામાં આવે છે. શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થઈ જાય એવું તો અત્યારે કો'ક જ હોય. “ઘણા જીવોમાં સત્ત્વનું ન્યૂનપણું વર્તે છે...” ઘણા જીવોમાં સત્ત્વનું ન્યૂનપણું વર્તે છે. એ જાતનું વત નથી હોતું કે એ રિદ્ધિસિદ્ધિને સાધી શકે. એ જાતનું સત્ત્વ એટલે તાકાત. એવી શક્તિ જોવામાં આવતી નથી. અને તે કારણે તેવા ચમત્કારાદિ દેખાવાપણું નથી. પહેલા તો અજ્ઞાની હોય પણ વિદ્યાધરો તો વિદ્યા સાધતા હતા. એતો મનુષ્યની એક જાત જ એવી થાય છે વિદ્યાધરોની કે એને એવો જ ઉદય હોય. એના એ પ્રકારના પુણ્ય લઈને આવે અને પછી એને શરીર સંસ્થાન બધા એવા હોય અને સીધું એમ કહે ચાલો આ વિદ્યા સાધીએ. આ વિદ્યા સાધીએ... આ વિદ્યા સાધીએ. ભિન્ન-ભિન્ન પ્રકારની વિદ્યા સાધ્યા કરે.
અને તે કારણે તેવા ચમત્કારાદિનું દેખાવાપણું નથી, પણ તેનું અસ્તિત્વ નથી એમ નથી. અસ્તિત્વ છે. તમને અંદેશો રહે છે એ આશ્ચર્ય લાગે છે. તમને કેમ આમાં શંકા પડી? જે આત્માના ઐશ્વર્યને સાધવા માગતો હોય, એને આત્મશ્વર્યને નિમિત્તે