________________
પત્રાંક-૫૯૮
૨૨૫
શિથિલપણું થઈ જાય છે. ઢીલા થઈ જાય. જે જોર આવવું જોઈએ એ જોર નથી દેખાતું. પણ આવા પ્રસંગે એટલે આ વખતે એવું કાંઈ કારણ નથી. જરૂ૨ આવે એમ કહે છે.
કંઈક શ્રી ડુંગ૨ને દ્રવ્ય (બહાર)થી માનદશા એવા પ્રસંગમાં આડી આવતી હોવી જોઈએ એમ અમને લાગે છે...’ લૌકિક માન જે મળી ગયું છે એમાં ખામી પહોંચે કે આ તો ત્યાં જવા માંડ્યા. એ અહીંયાં આવે કે આણે ત્યાં જાવું જોઈએ ? આ તો એ ત્યાં જવા માંડ્યા. એનું સ્થાન એમ કે નીચું દેખાય એવી બહારમાં પરિસ્થિતિ ઊભી થાય એ વાત એને લક્ષમાં આવતી હશે. એટલે આવવાનો વિચાર એનો ઢીલો પડી જાય છે, શિથિલ થઈ જાય છે. પણ તે એવા વિચારવાનને રહે તે ઘટારત નથી;...' પણ જેને આત્મહિતની મુખ્યતા હોય એ જીવ વિચારવાન છે. વિચારવાન છે એને આત્મહિતની મુખ્યતા હોય છે, આત્મહિતની મુખ્યતાવાળાને વિચારવાન કહેવામાં આવે છે. એ વાત એને ઘટતી નથી એવું એણે નહિ રાખવું જોઈએ. એના જેવા એમ રાખે તો પછી બીજા સાધારણ જીવોને વિષે તેવા દોષની નિવૃત્તિ સત્સંગથી પણ કેમ થાય ? એને સત્સંગ મળે તોપણ ન થાય, સાધારણ માણસને તો. અહીં તો થોડોઘણો સત્સંગ રહેતો હતો. પત્રથી પણ રહેતો હતો.
‘એક આટલું અમારા ચિત્તમાં રહે છે કે આ ક્ષેત્ર સામાન્યપણે અનાર્ય ચિત્ત કરી નાંખે તેવું છે.’ ‘મુંબઈ’ની વાત કરે છે. આજથી ૯૬ વર્ષ પહેલા મુંબઈ’ની વસ્તી અત્યારે છે એના કરતાં દસમા ભાગની હશે. ત્યારે પણ એમ કહે છે કે અહીંનું ક્ષેત્ર એવું છે કે ચિત્તને અનાર્ય કરી નાખે. એટલે ક્ષેત્ર અનાર્ય જેવું છે. ત્યાં રહેનારનું ચિત્ત પણ અનાર્ય જેવું થઈ જાય. એની વૃત્તિઓ પણ અનાર્ય જેવી થઈ જાય. ખાણીમાં, પીણીમાં, રહેણી કરણીમાં. તેવાં ક્ષેત્રમાં...
મુમુક્ષુ ઃ– પાપરૂપ પરિણામ વધી જાય.
=
પૂજ્ય ભાઈશ્રી :– હા, વધી જાય. પાપરૂપ પરિણામ વધી જાય અને વિવેક ઘટી જાય. બાહ્ય જીવનનો પણ વિવેક ઘટી જાય. ત્યાં જે લોકો છૂટછાટથી રહે છે એ દેશમાં નથી રહેતા. ‘મુંબઈ’માં રહે છે એના કરતાં ભાવનગર'માં છૂટછાટ ઓછી હોય અને ‘ભાવનગ૨’માં હોય એના કરતા ગામડામાં જાવ તો એથી છૂટછાટ ઓછી હોય. રહેણીકરણી, કપડા-લતામાં ફેર પડે છે કે નથી પડતો ? બોલવામાં, ચાલવામાં. હવે તો આવાગમન એટલું વધ્યું છે કે ઝડપી સાધનો આવવા-જવાના થયા છે કે હવા જલદી લાગી જાય છે. એક જગ્યાની હવા બીજી જગ્યાએ વહેલી લાગી જાય છે. પણ એ દિવસે તો તેવા સાધનો નહોતા.