________________
૨૨૪
રાજહૃદય ભાગ-૧૨ પૂજ્ય ભાઈશ્રી - ઘણી વિચક્ષણતા! કોઈ જીવ એમની સાથે પરિચયમાં આવે એટલે ક્યાં ઉભો છે એનું Meter એની પાસે હોય. એ એક વિશેષતા હતી. વ્યક્તિગત એમને બધાનો સંપર્ક રહ્યો છે અને વ્યક્તિગત સંપર્કમાં વિશેષતા એ છે કે સામો જીવ કઈ જગ્યાએ છે? એને અત્યારે કયો ખોરાક આપવો જોઈએ ? કયો ખોરાક ન આપવો જોઈએ? આને મગનું પાણી આપવું, આને રોટલી, દાળ-ભાત, શાક આપવા, આને મિષ્ટાન આપવું કે આને ચાર શેર ઘીનો અડદિયો ખવડાવવો, સાલમપાક ખવડાવવો. એ બધું એમની પાસે માપ હતું. એટલે જેવો સામે માણસ હોય એવી વાત કરતા. અને એવી વાત કરતા એટલે ઘણા લોકોને એ વાત સમજવામાં નથી આવતી કે અહીંયાં આમ વાત કરી છે અને અહીંયાં આમ વાત કરી છે. આમ કેમ છે? પણ ત્યાં એને એમ કહેવું જરૂરી હતું. એને તમે ત્રિકાળી સિદ્ધાંતમાં લઈ લ્યો. વાત તો વ્યક્તિગત છે એને તમે ત્રિકાળી સિદ્ધાંતમાં લઈ લ્યો. એ સમજણફેર થઈ જાય છે.
તમારા આજના પત્રમાં છેવટે શ્રી ડુંગરે જે સાખી લખાવી છે.... ‘ડુંગરભાઈ પદોની રચના કરતા હશે. કવિત્પણું હશે. “વ્યવહારની ઝાળ પાંદડે પાંદડે પરજળી એ પદ જેમાં પહેલું છે તે યથાર્થ છે. ઉપાધિથી ઉદાસ થયેલા ચિત્તને ધીરજનો હેતુ થાય એવી સાખી છે. જેને ઉપાધિમાં ઉદાસીનતા આવે એને થોડી ઠીક લાગે એવી વાત છે. તમારું તથા શ્રી ડુંગરનું અત્રે આવવા વિષે વિશેષ ચિત્ત છે એમ લખ્યું તે વિશેષ કરી જાણ્યું. એટલે બન્નેએ પ્રત્યક્ષ સમાગમમાં મુંબઈ આવવા માટે પૂછાવ્યું છે.
શ્રી ડુંગરનું ચિત્ત એવા પ્રકારમાં શિથિલ કેટલીક વાર થાય છે, તેમ આ પ્રસંગમાં કરવાનું કારણ દેખાતું નથી. એ જ્યારે પોતે આવવા માગે છે ત્યારે એ લગભગ ઢીલા પડી જાય છે. એમાં શું છે કે એમની કોઈ ધાર્મિક પ્રતિષ્ઠા સારી હતી. ક્ષયોપશમવાળા હતા. એટલા ક્ષયોપશમવાળા હતા કે શરૂઆતમાં તો “સોભાગભાઈ પણ એને અનુસરતા હતા. વાંચન, અન્ય મતોના ગ્રંથોનું વાંચન, અને ક્ષયોપશમ, કવિત્વ આ બધું હતું. એટલે એને લઈને સમાજમાં કાંઈક એ સંબંધીની એમની Prestige પણ. હતી. હવે એ ધાર્મિક Prestige વાળા માણસ. એમનાથી નાની ઉંમરના માણસના ઘરે જઈને સત્સમાગમ કરવા જાય તો એને સહેજ પગ પાછો પડતો હતો. મને સંકોચાતું હતું. આવવા માટે એને ઉત્સાહનહોતો આવતો. એટલે એ શિથિલ થતા.
મુમુક્ષુ - સમાજનું ઓલું હતું.
પૂજ્ય ભાઈશ્રી – સમાજને કારણે. એટલે બહુ સુવાળી ભાષામાં Soft tongue tone જેને કહેવાય. આવા પ્રસંગમાં એટલે રૂબરૂ આવવામાં એમને કેટલીક વાર કાંઈક