________________
રાજહૃદય ભાગ-૧૨ તૃષ્ણા નિયમિત નથી. મુમુક્ષુજીવે, આત્માર્થી જીવે બનતા સુધી એટલે શકયતા હોય
ત્યાં સુધી પોતાથી બની શકે ત્યાં સુધી પોતાની શક્તિ પ્રમાણે, પૂરી શક્તિ લગાવીને તૃષ્ણા ઓછી કરવી જોઈએ અથવા પોતાની મર્યાદા નક્કી કરી લેવી જોઈએ.
એના માટે પૂછ્યું છે કે તૃષ્ણાનું ફળ બતાવવા માટે લાક્ષણિક પદ્ધતિથી વાત કરી છે, કે જીવને જન્મ, જરા, મરણ કોનાં છે? કોના છે એટલે કયા કારણે છે? શા કારણે જીવને જન્મ, મરણ અને વૃદ્ધાવસ્થા વગેરે દુઃખ છે કે જે તૃષ્ણા રાખે છે. તેના છે. જે તૃષ્ણા રાખે છે તેનાં જન્મ, જરા, મરણ છે જેને તૃષ્ણા છૂટી એને જન્મ, જરા, મરણ પણ છૂટ્યા. તૃષ્ણા પણ સમ્યફપ્રકારે છૂટે, એટલી વાત લેવી છે. સમ્યફ પ્રકારે એટલે પોતાના પરિપૂર્ણ સ્વભાવને લીધે અપેક્ષાબુદ્ધિ છૂટે છે એને તૃષ્ણા ખરેખર, વાસ્તવિકપણે છૂટે છે. નહિતો ઉપર ઉપરથી સંતોષ લે અને અંદરમાં અભિપ્રાય બીજો રહી જાય તો એ તૃષ્ણા વિપરીત અભિનિવેશ સહિત મટેલી દેખાય છે પણ ખરેખર એ તૃષ્ણા મટેલી હોતી નથી.
મુમુક્ષુ-તૃષ્ણાનું મૂળ તો લૌકિકદૃષ્ટિછેને?
પૂજ્ય ભાઈશ્રી – હા. તૃષ્ણાનું મૂળ લૌકિકદષ્ટિ છે અને તૃષ્ણાના પરાભવ માટે એક પત્ર આપણે અગાઉ આવી ગયો કે જેને લૌકિક મોટાઈ જોઈએ છે એની તૃષ્ણા નહિમટે. જેને પરિણામમાં ભોગ-ઉપભોગની તીવ્રતા છે, એનો રસ છે એને પણ તૃષ્ણા નહિમટે. એટલે તૃષ્ણાનો પરાભવ કોણ કરી શકે છે? પરાભવ એટલે એની હાર થવી. જે જીવને પોતાનું પરિપૂર્ણ પદ લક્ષમાં આવે છે અને પોતાને કોઈના અવલંબનની અને કોઈની અપેક્ષાની જરૂર નથી. હું નિરાવલંબન નિરપેક્ષ તત્ત્વ છું એવું અંદરથી બળ આવે, એવું આત્મબળ ઉત્પન્ન થાય તો એને તૃષ્ણા સમ્યફ પ્રકારે મટે છે. નહિતર તૃષ્ણા મટાડવાના બીજા જે કોઈ કૃત્રિમ ઉપાય છે એનાથી મૂળમાંથી એ તૃષ્ણાનો નાશ થતો નથી.
આ વિષય જરા ગંભીરતાથી વિચારવા જેવો છે. કેમકે આ પરિણામ સંસારીજીવને હોય જ છે. તૃષ્ણાના પરિણામ તો સંસારીજીવને હોય છે. અને મુમુક્ષુજીવ તો સંસારીજીવથી આ બાજુ આવેલો એક જીવ છે. એ કાંઈક આ વિચાર કરે છે. એને અહીંયાં એમ કહે છે કે શક્તિ હોય એટલી. એકસાથે બધાનો નાશ કરવો એ તો તારી શક્તિ બહારની વાત છે. કેમકે એ તો પૂર્ણ વીતરાગતાનો વિષય થઈ જાય છે. પણ આત્માર્થીની ભૂમિકામાં, મુમુક્ષની ભૂમિકામાં એ ભૂમિકામાં વિચારની, મતિની નિર્મળતા રહે અને આત્મવિચાર કરવાની શક્યતા વધે એવા હેતુથી પરિણામની