________________
ॐ नमः श्रीसिद्धेभ्यः
રાજહૃદય
ભાગ-૧૨
પત્રાંક-૫૭૪
મુંબઈ, ફાગણ, ૧૯૫૧ બનતાં સુધી તૃષ્ણા ઓછી કરવી જોઈએ. જન્મ, જરા, મરણ, કોનાં છે ? કે જે તૃષ્ણા રાખે છે તેનાં જન્મ, જરા, મરણ છે. માટે જેમ બને તેમ તૃષ્ણા ઓછી કરતા જવું.
તા. ૦૩-૧૨-૧૯૯૦, પત્રાંક-૫૭૪ થી ૫૭૬ પ્રવચન નં. ૨૬૦
‘શ્રીમદ્ રાજચંદ્ર’ વચનામૃત, પત્ર-૫૭૪, પાનું-૪૫૫. પત્ર કોના ઉ૫૨ છે એ મળતું નથી. બનતા સુધી તૃષ્ણા ઓછી કરવી જોઈએ.’ તૃષ્ણા સમજી શકાય એવો ભાવ છે. અનેક પદાર્થોની જે વાંચ્છા થાય છે, ભૌતિક પદાર્થના ભોગ-ઉપભોગની જે ઇચ્છાઓ રહ્યા કરે છે એને લીધે કાંઈક આર્થિક વ્યવસ્થા કરવી પડે એને તૃષ્ણા કહે છે. એમ વિભાવમાં પણ તૃષ્ણાને કોઈ અંત નથી. એક ન્યાયે વિભાવ મર્યાદિત હોવા છતાં