________________
૧૭૨
રાજહૃદય ભાગ-૧૨ લંબાવામાં ફેર પડતો હશે.
મુમુક્ષુ:- કષાયના પરિણામ તો બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક બે રીતે ચાલે છે.
પૂજ્ય ભાઈશ્રી – એ તો આ પણ અબુદ્ધિપૂર્વક ચાલે છેને. વેદ નવમે ગુણસ્થાને જાય છે. પાંચમે ગુણસ્થાને અબ્રહ્મચર્યનો વિકલ્પ ગયો. એને બ્રહ્મચર્ય આવી ગયું.
સ્વરૂપસ્થિરતા નિર્વિકાર (ઈ). પણ વેદનવને ગુણસ્થાને જાય. એટલે મુનિને નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યની બહારમાં પ્રતિજ્ઞા લેવડાવે છે. કેમ કે વેદનથી ગયો. સત્તામાં છે. વેદ સત્તામાં હોય તો પરિણતિ તો ચાલે. અબુદ્ધિપૂર્વકનો છે ને ? કાળનું કારણ હોવું જોઈએ. આ અનુમાન છે. પછી તો આપણી સમજનો વિષય નથી.
૫૯૪. “નવલચંદડોસાભાઈ, મોરબી” ઉપરનો પત્ર છે. મુમુક્ષુ – ભયનો અભાવ તો સમ્યગ્દષ્ટિને પહેલા શરૂઆતમાં થઈ જાય છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા. અબુદ્ધિપૂર્વકનો ભય રહી જાય. બુદ્ધિપૂર્વકનો વિકલ્પ ચારિત્રમોહનો થોડો આવે. સર્પ જોવે તો એ પણ ઘરમાં જાય, દુકાન બંધ કરે તો તાળું મારીને જાય, તીજોરીને ચાવી લગાવે. એ જે ભય છે એ અનંતાનુબંધીનો જાય. એ બધા પ્રકાર અનંતાનુબંધીના જાય. પ્રત્યખ્યાન, અપ્રત્યાખ્યાન, સંજ્વલનના રહે પાછા. એમ.
મુમુક્ષુ – એમ તો આ જીવને ઉત્થાનન થવામાં ભયનું પણ મોટું કારણ છે.
પૂજ્ય ભાઈશ્રી – ભયનું પણ કારણ છે. પણ મૂળ તો શું છે કે એ બધા ચારિત્રમોહમાં જાય છે. મૂળ કારણ દર્શનમોહનું છે. પછી અનંતાનુબંધી અવિનાભાવી છે. એની સાથે અનંતાનુબંધી ચારિત્ર છે એ અવિનાભાવી છે. અહીં સુધી રાખીએ).
સપુરુષ પ્રત્યે પરમ વિનય પરમેશ્વરબુદ્ધિએ) ઉત્પન્ન ન થવો, ત્યાં સુધી જીવને મુમુક્ષતા વર્ધમાન થવાનો પ્રતિબંધ છે. પરમ પ્રેમાર્પણ થતાં તે પ્રતિબંધ મટે છે.
જ્યાં સુધી આવો પ્રતિબંધ છે, ત્યાં સુધી યોગ્યતા રોકાઈ જાય છે. ચાર પ્રતિબંધ (સમાજ, કુટુંબ, શરીર, સંકલ્પ-વિકલ્પ) ઉપરાંત આ પાંચમો પ્રતિબંધ ફરમ વિનયની ન્યૂનતા) મટતાં માર્ગ મળે છે. -આ વસ્તુ સ્થિતિ છે.
(અનુભવ સંજીવની-૧૪૧૬)