________________
પત્રાંક-૫૯૭
- ૧૭૧ સમાધાન નથી થતું કે કેમ નોકષાયમાં નાખ્યું છે.
મુમુક્ષુ -નવનોકષાયમાં શું આવે? પૂજ્ય ભાઈશ્રી:- જુગુપ્સા, રતિ, અરતિ, ભય, જુગુપ્સા... મુમુક્ષુ-સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુસંકવેદ ત્રણ વેદ અને.. હાસ્ય, રતિ, અરતિ. પૂજ્ય ભાઈશ્રી – હાસ્ય. હાસ્ય, રતિ, અરતિ, જુગુપ્સા. ત્રણ વેદ, શોક.
મુમુક્ષુ – હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ.
પૂજ્ય ભાઈશ્રી:- નવ નવ નોકષાયમાં પણ એ તો ભય પણ એ જ છે. ભયનું. પણ એમાં એમ લાગે છે કે ઉદય એનો બહુ અલ્પકાળ રહેતો હશે એટલે નોકષાયમાં નાખ્યો હશે. જેમકે ભય થયો. આમ પરિણતિનો ભય મૂકીક્યો. ઉપયોગની અંદર. એમ વેદોદયની પરિણતિ મૂકી દે. ઉપયોગની અંદર એનો અલ્પકાળ કદાચ (ગણાતો હશે). અલ્પતા, કાળની અલ્પતા જોઈને એમ કહ્યું હોય). કેમકે એક તો તારતમ્ય અને એક તો કાળ (એમ) બે રીતે વિચારી શકાય. ત્રીજું તો એમાં પડખું નથી. એને કાળ લંબાઈ નહિ શકતો હોય. ઉપયોગમાં એ ઉપયોગ લંબાઈ નહિ શકતો હોય. ઉપયોગ છૂટી
જાય.
મુમુક્ષુ - કષાયની પરિણતિ ધારાપ્રવાહ ચાલે છે.
પૂજ્ય ભાઈશ્રી :- કષાયનો ઉપયોગ લંબાતો હોય અને નોકષાયનો ઉપયોગ એના પ્રમાણમાં ન લંબાતો હોય એવું કોઈ પરિમાણ, ઉપયોગના કાળમાં પરિમાણમાં કોઈ એ વિષય આવતો હોવો જોઈએ. કેમકે આ વિષય ચાલ્યો છે એ તો કેવળજ્ઞાન અનુસાર ચાલ્યો છે અને સૂક્ષ્મ કાળનું માપતો કેવળજ્ઞાનમાં આવે. એમ હોવાનો સંભવ છે. તારતમ્યતા તો ભયની પણ ઘણી છે, વેદોદયની ઘણી છે, જુગુપ્સામાં પણ તારતમ્યતા ઘણી છે, શોકમાં પણ તારતમ્યતા ઘણી છે. સામાન્ય રતિ અરતિ છોડો તો બધે તારતમ્યતા તો ઘણી છે. નવ નોકષાયમાં પણ તારતમ્ય ઘણું આવે છે. તીવ્રતા ઘણી આવે છે. કાળનું કારણ હોવું જોઈએ. ખુલાસો કોઈ જગ્યાએ, સ્પષ્ટીકરણ આવતું નથી. આગમમાં કોઈ એનું સ્પષ્ટીકરણ નથી આવતું. આપણા જાણવામાં છે ત્યાં સુધી).
મુમુક્ષુ -કષાયના પરિણામ બુદ્ધિપૂર્વક..
પૂજ્ય ભાઈશ્રી – આમાં પણ બુદ્ધિપૂર્વક તો વેદોદય થાય જ છે. વેદોદય થાય, ભય થાય, જુગુપ્સા થાય. બુદ્ધિપૂર્વક તો બધા થાય. પણ જે બુદ્ધિપૂર્વક થાય એ