________________
પત્રાંક-૫૯૩
૧૬૧
નિરૂપણ કર્યું છે એ શાસ્ત્રો વાંચીએ છીએ, કલાકો સુધી એનો સ્વાધ્યાય કરીએ છીએ. એમાં અમે કોઈના ઉ૫૨ રાગ-દ્વેષ શું કર્યો ?
એટલે જ્ઞાન પોતાના વેદનને ગ્રહણ કરે, સ્વભાવને લક્ષે, આ શરત છે. લક્ષણથી, ગુણથી અને વેદનથી જેણે આત્મા જાણ્યો, એણે આત્મા જાણ્યો. જેણે લક્ષણથી, ગુણથી અને વેદનથી આત્મા ન જાણ્યો એણે આત્મા નથી જાણ્યો. ભલે આત્માની ગમે તેટલી વાતો થતી હોય. વિચાર થતા હોય, વાત થતી હોય, વિકલ્પ થતો હોય, વિચા૨ થતો હોય. પરસન્મુખપણામાં કાંઈ નથી. શૂન્ય શૂન્ય જ છે. શૂન્ય ઉપર શૂન્ય ચડાવો, ગમે તેટલી શૂન્ય ચડાવો બધું શૂન્ય જ છે. એકડા વગરના બધા મીંડા જ છે.
મુમુક્ષુ :– લક્ષણથી અને ગુણથી. ગુણથી એટલે ગુણમાં શું ?
પૂજ્ય ભાઈશ્રી :- સ્વભાવ. સ્વભાવલક્ષે, જ્ઞાન લક્ષણે સદાય સ્ફુરિત એવો આત્મા, સ્વભાવલક્ષે વેદવામાં આવે ત્યારે એને આત્મજ્ઞાન થયું એમ કહી શકાય. નહિતર આત્માનું જ્ઞાન નથી, અંતરલક્ષી જ્ઞાન નથી, સ્વરૂપલક્ષી જ્ઞાન નથી. બાકી બધું જ્ઞાન (છે) એના ઉ૫૨ જ્ઞાનીપુરુષ તો ચોકડી મૂકે છે. ગમે તેવું જ્ઞાન હોય, Mark આપતા નથી. સીધો X મૂકે છે. ચોકડી મૂકી દે છે. તારું જ્ઞાન કેટલું ? કે હું ચોકડી મૂકું એટલું. આમ છે.
મુમુક્ષુ :– એ શુષ્કજ્ઞાનમાં જાય ?
પૂજ્ય ભાઈશ્રી :– શુષ્કતા આવી જ જાય. વહેલા-મોડી પણ શુષ્કતા આવી જાય. પ્રારંભમાં ન આવે તો પાછળથી પણ શુષ્કતા આવ્યા વિના રહે નહિ.
મુમુક્ષુ :– વેદન તો જ્ઞાન થયા પછી આવે, પહેલા સ્વસન્મુખ કઈ રીતે થાય ? વેદન તો જ્ઞાન થયા પછી વેદન થાય.
પૂજ્ય ભાઈશ્રી :- ભેદજ્ઞાનનો જે પ્રયોગ છે એમાં જે જ્ઞાન ૫૨૫દાર્થના પ્રતિબિંબને ઝીલી રહ્યું છે, જેને આપણે સાદી ભાષામાં એમ કહીએ છીએ કે હું આ બધા ૫૨૫દાર્થને જાણું છું. મને બીજા પદાર્થો મારા જ્ઞાનમાં જણાય છે. આખરમાં તો એ પદાર્થનું પ્રતિબિંબ જ્ઞાનમાં સ્વચ્છતાને લીધે આવે છે. ત્યાંથી ભિન્નતા શરૂ કરે કે શેય છે તે જ્ઞાન નથી અને જ્ઞાન છે તે જ્ઞેય નથી. હવે એ તો વિચાર થાય. એ વિચાર થાય પણ એ વિચારને પ્રયોગાન્વીત કરવા માટે વ્યાપકતાથી વિચારે. એટલે પોતાની વ્યાપકતાને અવલોકે, કે મારું જ્ઞાન કેટલામાં વ્યાપ્યું છે ? જ્યાં સુધી મારું જ્ઞાન વ્યાખ્યું છે ત્યાં સુધી જ હું છું. મારી જ્ઞાનની વ્યાપ્તી કોઈ શેયમાં નથી. શરીરમાં નથી,... માં નથી, અન્ય શેયોમાં પણ નથી. આ Practice ચાલુ રાખે અને વિશેષ નિર્મળતા થાય, દર્શનમોહ વિશેષ મંદ