________________
૧૬૦
રાજહૃદય ભાગ-૧૨
એનો ઉત્તર ‘ગુરુદેવ’ આપે છે, કે પહેલા તો ચૈતન્ય સ્વભાવનો મહિમા કોઈ અચિંત્ય છે. અચિંત્ય મહિમાધારી પોતાનો પદાર્થ છે અને ઓળખીને એનો મહિમા આવવો જોઈએ. ઓળખીને, હોં ! ઓઘેઓઘે નહિ. એમ અંદરથી મહિમા આવે તો પુરુષાર્થ સહજ ઊપડે છે અને એ પુરુષાર્થ છે એ સ્વલક્ષી છે. એટલે જે અનાદિથી પુરુષાર્થની પરલક્ષી પર્યાય છે તે સ્વલક્ષી થાય એ મહાન કાર્ય છે, એ કોઈ અપૂર્વ કાર્ય છે. અહીંયાં એ કહેશે કે એ અપૂર્વ પુરુષાર્થ છે. મહાન છે. છેલ્લું વચન એ છે કે એ પ્રથમ તબક્કે મહાન અપૂર્વ પુરુષાર્થ છે. જીવ આ પડખું ફર્યો નથી. બાકી બહા૨માં ને બહારમાં ૫૨સન્મુખતામાં ઘણું કર્યું છે. પરસન્મુખતામાં ચારિત્રના ક્ષયોપશમમાં મુનિદીક્ષા લઈને પંચમહાવ્રત સમિતિ, ગુપ્તિ નિરતિચાર પાળ્યા. જ્ઞાનના ક્ષયોપશમમાં અગિયા૨ અંગ અને નવ પૂર્વ સુધી પહોંચ્યો. પણ એ તો બેય જગ્યાએ અભવી જાય છે. એ બે હદ અભવી જીવની પણ છે. એટલે તારે એથી કાંઈ વધારે કરી ચૂકયો છો એવું નથી. અપૂર્વ શું છે ? પ૨સન્મુખ છોડીને સ્વસન્મુખ થવું એ અપૂર્વ છે. આટલો વિષય અપૂર્વ છે. મુમુક્ષુઃ– ‘ગુરુદેવ’ જેવા જ્ઞાની પહેલી જ વાર મળ્યા હશે ?
=
પૂજ્ય ભાઈશ્રી :– ના, અનંત વાર મળ્યા છે. અનંત વાર મળ્યા છે. ‘ગુરુદેવ’ જેવા નહિ, ‘ગુરુદેવ’ કરતા સમર્થ એવા સાક્ષાત્ તીર્થંકર અનંત વાર મળ્યા છે.
મુમુક્ષુ ઃ– જે તમે કીધું, સ્વસન્મુખ ન થયો.
પૂજ્ય ભાઈશ્રી :– પણ સ્વસન્મુખ નથી થયો. ગુરુદેવ’ તો હજી તીર્થંકર દ્રવ્ય, હજી તો દ્રવ્યભાવે છે. હજી તો દ્રવ્યભાવે છે. પ્રત્યક્ષ તીર્થંકરપણું હજી પ્રગટ નથી થયું. એને તો ચા૨ ભવ છે. પણ સાક્ષાત્ તીર્થંકર મળ્યા છે, એનો સત્યમાગમ કર્યો છે, દિવ્યધ્વનિ સાંભળી છે પણ પ૨સન્મુખ રહીને. પોતે ૫૨સન્મુખતા છોડી નથી. આ એક જગ્યાએ બધી શક્તિ લગાવવા જેવી છે. પરસન્મુખ છોડી, પ૨સન્મુખપણું છોડીને સ્વસન્મુખપણું થાય આ એક જગ્યાએ બધી શક્તિ લગાવવાની છે.
મુમુક્ષુ – આ એક જ પત્રમાં આખું આગમ ભરી દીધું છે.
=
પૂજ્ય ભાઈશ્રી :– તત્ત્વ તો બહુ ભર્યું છે. એવા ઘણા પત્રો છે કે એક એક પત્રની અંદર જાણે ઠાંસી ઠાંસીને તત્ત્વ ભર્યું છે !
મુમુક્ષુ :– ૫૨સન્મુખપણું ન થવું એટલે પરમાં રાગ-દ્વેષ ન થવો એમ ?
પૂજ્ય ભાઈશ્રી :- નહિ-નહિ. એમ નથી. જ્ઞાની પરસન્મુખ થાય છે. લ્યો, આ શાસ્ત્ર વાંચે છે (એમાં) જ્ઞાન પરસન્મુખ થાય છે કે નહિ ? એ કહે, અમે કયાં રાગ-દ્વેષ કરીએ છીએ. અમે તો આત્માનું નિરૂપણ કર્યું છે, સ્વભાવનું નિરૂપણ કર્યું છે, સ્વરૂપનું