________________
પત્રાંક-૫૯૩
૧૫૫ એમ કહેવું છે કે દર્શનમોહ ઘણો મંદ પડ્યા છતાં પણ જો જીવ ગ્રંથિભેદ ન કરે તો પાછો, પાછો વળી જાય ખરો. સગપણની ગમે તેટલી વાતો ચાલે પણ ગોળ ન ખાધો હોય ત્યાં સુધી ગમે એ પાછો ફરી જાય છે કે નથી ફરી જાતો? બેમાંથી એક છે. કે હવે નક્કી. પચાસ માણસનું મહાજન બોલાવ્યું અને આપણે નક્કી કર્યું કે આ બેના આપણે લગન કરવા. એ વખતે પાકું. પછી લગ્ન થાય ત્યારે છેડાછેડીની ગાંઠ મારે છે. હવે આ ગાંઠ છોડવાની નથી.
એમ અહીંયાં એ પહેલા ગમે ત્યારે જીવ પાછો વળી જાય છે. એનો અર્થ શું છે? કે કોઈ મુમુક્ષુજીવને એનો કષાય મંદ પડ્યો હોય, દર્શનમોહ મંદ પડ્યો હોય અને બહુ સારી મુમુક્ષતા દેખાતી હોય તોપણ એણે ચેતવા જેવું છે, કે જો ગ્રંથિભેદન થાય. કેમકે કરણલબ્ધિમાં આવ્યો એટલે ગ્રંથિભેદ તો સેકંડોમાં થવાનો છે. આ તો બહુ અલ્પ સમયની વાત છે. લઘુઅંતર્મુહૂર્ત એટલે Second ની જ વાત છે. એટલે એ તો કરણાનુયોગને હિસાબે પગથિયું દેખાડે છે. બાકી ગ્રંથિભેદ થયો એટલે સમ્યગ્દર્શન થયું એટલે તારો પાકો મોક્ષમાર્ગ ત્યાં સુધી તારો મોક્ષ પાકો નહિ અને મોક્ષમાર્ગ પણ પાકો નહિ. એમ વિચારી લેવું. એટલે મુમુક્ષતામાં ગમે તેવી સારી મુમુક્ષતા દેખાતી હોય તોપણ એને આધારે, એની આશાએ કોઈ ભવિષ્ય નક્કી ન થાય. એમ કહેવું છે. એટલા માટે એ વાત છે.
મુમુક્ષુ જેને પૂર્ણતાનું લક્ષ હોય એમાં આ વસ્તુને આવે.
પૂજ્ય ભાઈશ્રી – ભલે એમાં ન આવે તોપણ કામ અહીં સુધી થવું જોઈએ એમ કહેવું છે. એ તો યથાર્થ પદ્ધતિમાં આવી જાય એને તો કાંઈ પ્રશ્ન છે જ નહિ. એને શંકા પડતી નથી. એને આટલો લાંબો વિચાર કરવાની પણ જરૂર નથી પડતી કેમકે એનો ઉપાડ જ એવો છે કે એ પોતાની વર્તમાન સ્થિતિમાં સંતોષ પામતો જ નથી ને. એને તો ઘણું બાકી છે એ જ છે. મુનિદશામાં પણ ઘણું બાકી લાગે છે. સમ્યગ્દર્શન થતાં હજી અનંતમા ભાગે છે એમ કહે છે. મુમુક્ષતામાં તો અટકે જયાંથી?
મુમુક્ષુ - ચાર લબ્ધિ સુધી જીવ અનંત વાર આવી ગયો તો સ્વરૂપનિશ્ચિય, સત્પુરુષની ઓળખાણ આ બધું તો બાકી છે. તો કરણલબ્ધિના તો ક્યાં ઠેકાણાની વાત છે ? કરણલબ્ધિ વચ્ચે અને આ ચાર લબ્ધિ વચ્ચે જે ભેદરેખા છે એમાં તો સ્વરૂપનિશ્ચયનું પણ વચ્ચે એક પગથિયું આવે છે.
પૂજ્ય ભાઈશ્રી – બરાબર છે પણ આમાં શું કહેવું છે કે કોઈ જીવને પુરુષ વિદ્યમાન છે. સત્પરુષની સમીપતામાં રહે છે. બધા પડખાં સરખા દેખાય છે.