________________
૧૫૪
રાજહૃદય ભાગ-૧૨ એટલે એ કરણલબ્ધિ સુધી પહોંચ્યો છે. એટલે ઘણો દર્શનમોહ મંદ કર્યો છે. મોહને ઘણો મંદ કર્યો છે એમ લેવું જોઈએ.
તેનું વિશેષ વ્યાખ્યાન તો શ્રી લબ્ધિસાર શાસ્ત્રમાં કર્યું છે ત્યાંથી જાણવું, અહીં સંક્ષેપમાં કહીએ છીએ' હવે એના ત્રણે કરણના પરિણામની વાત કરી છે. વાંચી લેવા છેને હવે?
મુમુક્ષુ :- આ યથાપ્રવૃત્તિકરણ છે એ કરણલબ્ધિમાં આવે છે કે ઓલી ચાર લબ્ધિમાં આવે છે. સીધો પ્રશ્ન એ છે.
પૂજ્ય ભાઈશ્રી:- નહિ. યથાપ્રવૃત્તિકરણ છે એ તો... આ તો કરણના પરિણામ કરણ લીધું એટલે કરણના પરિણામ છે. એટલે ત્યાં સુધી આવે છે એટલે એની નજીક આવે છે. એમાં આવે છે એમ નહિ.
મુમુક્ષુ – અધઃકરણમાં નહિ.
પૂજ્ય ભાઈશ્રી – એ શબ્દ બે રીતે વપરાય છે. તમે આટલે સુધી આવ્યા અને તમે કેમ અંદર ન આવ્યા? આંગણા સુધી આવ્યા અને ઘરમાં કેમ ન આવ્યા? તો આંગણા સુધી આવ્યા એને ઘર સુધી આવ્યા એમ પણ કહેવાય અને આંગણા સુધી આવ્યા એમ પણ કહેવાય.
મુમુક્ષુ – આ લબ્ધિનું પ્રકરણ નથી. આ યથાપ્રવૃત્તિકરણ. લબ્ધિનું આ પ્રકરણ નથી.
પૂજ્ય ભાઈશ્રી:– એટલે શું કહેવા માગો છો ?
મુમુક્ષુ – મારે એમ કહેવુ છે કે અહીંયાં આ પત્રમાં તો લબ્ધિનું પ્રકરણ નથી. યથાપ્રવૃત્તિકરણ... - પૂજ્ય ભાઈશ્રી - શું છે કે ગ્રંથિભેદ છે ને? એ એ વખતે ત્રણે કરણને પાર કરી જાય છે. એટલે ગ્રંથિભેદ પાછળની વાત લીધી છે ને એટલે કરણની વાત લેવી જોઈએ.
જ્યારે ગ્રંથિભેદ થાય છે ત્યારે ત્રણ કરણને પાર ઉતરી ગયો. એટલે એને મિથ્યાત્વની ગ્રંથિ ભેદાઈ ગઈ. એને ગ્રંથિભેદ કહ્યો. મિથ્યાત્વની ગ્રંથિ જેણે ભેદી તે ગ્રંથિભેદ થયો. એ પહેલા શું થાય? કે કરણ થાય છે. તો કહે છે, કરણ સુધી આવ્યો. એટલે ચાર લબ્ધિ અનંત વાર પ્રાપ્ત કરી. પછી પાંચમી લબ્ધિનો સવાલ ઊભો થાય છે. પણ પાંચમી લબ્ધિમાં આવ્યો નથી.
મુમુક્ષુ -આ જ કહેવું છે મારે. પૂજ્ય ભાઈશ્રી – આવે તો તો ગ્રંથિભેદ થાય. એમ કહેવું છે. પણ ટૂંકમાં એમને