________________
પત્રાંક-૫૯૧
૧૨૯
છે. મુમુક્ષુની ભૂમિકામાં તો સુવિચારણા છે. એ સુવિચારણામાં એને અભિપ્રાયમાં ફેર કરી નાખવો જોઈએ. એવા વિચાર અને એટલા મંથન, એટલા વિચાર અને એટલા મંથન ચાલે કે એને એમાં ફેર પડ્યા વિના રહે નહિ. એ ચાલવું જ જોઈએ.
મુમુક્ષુ :– વાત કરી ને કે પૂર્વ અને પાછળથી પશ્ચાતાપ થાય. પાછળના પશ્ચાતાપની વાત તો ખ્યાલમાં આવે છે. પૂર્વે પશ્ચાતાપ એટલે કેવી રીતે ?
પૂજ્ય ભાઈશ્રી :– પહેલા પણ પશ્ચાતાપ છે. પહેલા પશ્ચાતાપ છે એટલે ? એટલા જાગૃત છે. અગાઉથી જ જાગૃત છે. આ તો પોતાની અશક્તિ છે એટલે મચક ખાઈ જાય છે. જાગૃત છે એટલે પહેલા પણ ખ્યાલ આવી જાય છે.
=
મુમુક્ષુ :– આપણે ‘ઇડ૨'માં જમવાનું જે ઉદાહરણ આપ્યું હતું, એ વાત અહીંયા લાગુ પડે છે ? ઝેર ખાધા પહેલા તૈયાર થઈ જાવ. જેમ આપણે જમવાનો પ્રસંગ હોય તો આપણાથી ઝેર ખાવાનું ન થઈ જાય તો પહેલેથી જાગૃત થઈ જાવ.
પૂજ્ય ભાઈશ્રી :– હા. પહેલેથી જાગૃત થઈ જાય. પ્રસંગની તો ખબર છે. ભૂખ લાગી છે, ૧૨ વાગ્યા છે, ભાણું પીરસાશે. અને એમાં પાછું કહે કે આજે તો ફલાણું
,
ફલાણું બનાવ્યું છે. એટલે પહેલેથી તૈયાર થઈ જાય. જેને એમાં સુખબુદ્ધિ છે એ રસ લેવા માટે તૈયાર થઈ જાય, જાગૃત છે એ રસ નહિ લેવા માટે તૈયાર થઈ જાય. અગાઉથી તૈયારી કરી શકે છે. બરાબર કરી શકે છે.
મુમુક્ષુ : આ તૈયારીમાં પૂર્વ-પશ્ચાત્...
પૂજ્ય ભાઈશ્રી :– હોય જ છે. જ્ઞાની તો જાગૃત છે, સદાય જાગૃત છે. એટલે આગળ-પાછળ એની પ્રવૃત્તિ પશ્ચાત્તાપવાળી (અને) મંદમાં મંદ પરિણામ સંયુક્ત હોય છે. એની અંદર એકદમ મંદ રસ હોય છે. એટલે એને અલ્પ બંધ કહ્યો છે. પક્ષપાત નથી. એક વિષયને ભોગવતા બીજાને તીવ્ર બંધ થાય અને આ છૂટતો જાય એનું શું કારણ છે ? કે અલ્પ બંધ કરતા નિર્જરા વધારે છે માટે છૂટે છે એમ લાગુ પડે છે. એના ઉપર નિર્જરાનો ઉપચાર આવે છે. બંધાય છે એનો ઉપચાર આવતો નથી. અને એ ન્યાયસંગત છે.
...
હવે મુમુક્ષુની વાત કરે છે કે, સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગ્યના ઉદ્દભવને અર્થે વિષય આરાધવા જતાં તો ઘણું કરી બંધાવા સંભવ છે,' સામાન્ય મુમુક્ષુ એમ વિચારે કે આપણે પછી વિકલ્પ નહિ. આપણે એક વિકલ્પ મટી જાય. ભૂખ લાગી છે, જમી લ્યો. વિકલ્પ મટી જાય. ફલાણી ઇચ્છા થઈ છે. ચાલો આમ (કો). એમ કરવા જતા સામાન્ય મુમુક્ષુ ઇચ્છા એ રીતે છોડવા જાય, એ તો બંધાવા સંભવ છે ઘણું કરીને. કેમકે એને તો