________________
૧૨૮
રાજહૃદય ભાગ-૧૨ થોડી ચર્ચા ચાલેલી છે. ખેદ થાય નહિતો એને રસ આવ્યા વિના રહે નહિ. જે જે વિભાવ પરિણામ છે એનો ખેદ થાય નહિ તો રસ આવ્યા વિના રહે નહિ. ખેદ નથી થતો એનો અર્થ કે એ પરિણામને પોતે અનુમોદે છે. ઠીક થયા, સારા થયા, એમાં સુખ થયું, એમાં આનંદ આવ્યો, મજા આવી. ઇચ્છિત પદાર્થ મળે અને મજા આવે એમાં એને ખેદ ક્યાં થાય ? એટલે એને અનુમોદન સાથે એ કાર્ય છે. પ્રવૃત્તિ અનુમોદના સાથે છે. અનુમોદનાન હોય તો ખેદ આવ્યા વિના રહે નહિ.
એ તો અનુભવ તો એવો છે કે, ઘરમાં પોતાના અભિપ્રાય વિરુદ્ધ કોઈ કામ કરે જોઈ. જે કામમાં પોતે એમ માન્યું હોય કે આવી રીતે નુકસાન જાય. આવી રીતે નુકસાન જાય એવી રીતે એ કામ ન કરાય. અને છતાં કોઈ કરે તો ? એને એમ કહે, તમને ખબર નથી પડતી ?
(દોષનો ખેદ નથી થતો, એનો અર્થ કે તમને અનુમોદના આવી છે. બરાબર છે આમ જ થાય. આમ જ કરવું જોઈએ. છેવટે કાંઈ નહિ તો એમ કહે, આપણે ક્યાં હજી વીતરાગ થયા છીએ. એમ સમજીને જૂઠું સમાધાન કરે. ક્ષયોપશમ જ્ઞાનનો દૂરુપયોગ કરે. આપણે તો હજી મુમુક્ષુ છીએ. અરે..! તું મુમુક્ષુ પણ નથી. પાછા આમ કહે, આપણને તો કાંઈ જ્ઞાન થયું નથી. હજી તો આપણે મુમુક્ષુ છીએ. અરે.! પણ તું કે દિ મુમુક્ષુ હતો ? એ તો મુમુક્ષુ પણ નથી. એમ છે. પણ એવી રીતે થોડુંક સાંભળ્યું હોય તો ઊંધો અર્થ લઈ લે. ઊંધું ખતવે. એ બધું ઘણા નુકસાનનું કારણ છે. એવી રીતે સમાધાન થાય એતો ઘણા નુકસાનનું કારણ છે.
“સોગાનીજી' એક સરસ દ્રષ્ટાંત આપે છે કે, પાણી પીતા પીતા ખ્યાલ જાય કે પાણીમાં ઘણો કચરો છે. અને જોયા વગર ઘૂંટડો ભરાય ગયો. ઘંટડો ભરાઈ ગયો અને બે-ચાર કાંઈક ડાખળાનો ખ્યાલ આવી ગયો એટલે જોયું કે અરે. આ પાણી તો કચરાવાળું છે. અને ઘૂંટડો તો મોઢામાં આવી ગયો. શું કરે? તરત ઘૂંકી નાખે છે કે નહિ? જ્ઞાનદશામાં તો ગળાય ગળાયને રસ લેવાય છે. ગળ્યા વિના રસ લેતા નથી. એમ થવું જોઈએ. એક દગંત લીધું છે. પાની પીનેમેં કચરા આતા હૈ તો કૈસે થૂકર દેતા હૈ એકદમ ઘૂંકી નાખે, બહાર કાઢી નાખે. કેમકે મલિન છે. અહીંયાં એને ભાવની મલિનતા લાગતી નથી, ભાવની મલિનતા દેખાતી નથી એટલે એનો નિષેધ આવતો નથી. કચરો જોવે કે તરત કેવો નિષેધ આવી જાય છે!
મુમુક્ષુ – આખો દિવસ પાપરૂપ પરિણામને જ સંમત કરે છે. પૂજ્ય ભાઈશ્રી:- હા. અભિપ્રાય નથી બદલ્યો ને? એટલે બહુ વિચારણા માગે