________________
પત્રાંક-૫૮૯
૧૧૩
પત્રક-૫૮૯
મુંબઈ, ચૈત્ર સુદ ૧૩, ૧૯૫૧ તમારે વેદાંત ગ્રંથ વાંચવાનો કે તે પ્રસંગની વાતચીત શ્રવણ કરવાનો પ્રસંગ રહેતો હોય તો તે વાંચનથી તથા શ્રવણથી જીવમાં વૈરાગ્ય અને ઉપશમ વર્ધમાન થાય તેમ કરવું યોગ્ય છે. તેમાં પ્રતિપાદન કરેલા સિદ્ધાંતનો નિશ્ચય જો થતો હોય તો કરવામાં બાધ નથી, તથાપિ જ્ઞાનીપુરુષના સમાગમ, ઉપાસનાથી સિદ્ધાંતનો નિશ્ચય કર્યા વિના આત્મવિરોધ થવા સંભવ છે.
૫૮૯મો પત્ર પણ લલ્લુજી ઉપર છે.
તમારે વેદાંત ગ્રંથ વાંચવાનો કે તે પ્રસંગની વાતચીત શ્રવણ કરવાનો પ્રસંગ રહેતો હોય. એટલે કોઈ વેદાંતીના પરિચયમાં પણ લાગે છે. એટલે લખે છે), તમે વેદાંતનો ગ્રંથ વાંચતા હો, એવો કોઈ પ્રસંગ હોય, કોઈ આપી જાય કે આ વાંચવા જેવો છે તો વાંચજો. અને વાંચે પણ. અથવા વેદાંતની કોઈ ચર્ચા થતી હોય. એવો પ્રસંગ રહેતો હોય તો તે વાંચનથી તથા શ્રવણથી.” તે વાંચનથી તથા શ્રવણથી જીવમાં વૈરાગ્ય અને ઉપશમ વર્ધમાન થાય તેમ કરવું યોગ્ય છે. એટલે શું છે ? સિદ્ધાંતની ચર્ચામાં જાય, મંડન-ખંડનમાં જાય તો ઉપશમ નહિ રહે. અન્યમતના વેદાંતના શાસ્ત્રોમાં વૈરાગ્ય-ઉપશમનો બોધ છે એનો લાભ લેવો હોય તો તમે લેજો. ટૂંકામાં એમ કહે છે. એ ગ્રંથોની ચર્ચામાં જે કાંઈ વૈરાગ્ય-ઉપશમની વાત છે એ પડખું ગ્રહણ કરવું હોય તો ઠીક વાત છે પણ સૈદ્ધાંતિક વિષયની અંદર બને ત્યાં સુધી ચર્ચામાં ન પડવું અથવા એ વાત અવરોધપણે ન સમજાય ત્યાં સુધી કાંઈક નુકસાન થવાનો સંભવ છે. એમ અહીંયાં એ વિષયનું માર્ગદર્શન આપે છે.
એ “વાંચનથી તથા શ્રવણથી જીવમાં વૈરાગ્ય અને ઉપશમ વર્ધમાન થાય તેમ કરવું યોગ્ય છે. તેમાં પ્રતિપાદન કરેલા સિદ્ધાંતનો નિશ્ચય જો થતો હોય... તમે સિદ્ધાંતનો નિશ્ચય કરી શકતા હોય, કરી શકવાની તમારી યોગ્યતા અને Capacity હોય તો એમ કરવામાં બાધ નથી, કેમકે તમે જૈન સિદ્ધાંતો પણ વાંચો છો અને તમે અન્યમતના વેદાંતના સિદ્ધાંતો પણ વાંચો. પછી તમે જો તુલના કરીને નિર્ણય કરી શકતા હોય તો કાંઈ બાધ નથી. તુલનાત્મકપણે સાચો નિર્ણય કરવાની એટલી શક્તિ આવી હોય તો કરો એનો વાંધો નથી પણ એમાં થોડું જોખમ છે.