________________
રાજદૃશ્ય ભાગ-૧૨
૧૧૨ વિનોદશા માની લે તો વિપરીતતા થયા વિના રહે નહિ.
મુમુક્ષુ - અશાતના થાય? પૂજ્ય ભાઈશ્રી:- હા. અશાતના થાય, વિરાધના થાય. મુમુક્ષુ -ફળમાં શું?
પૂજ્ય ભાઈશ્રી – ફળમાં નિગોદ. સર્વજ્ઞદેવની, દેવ-ગુરુ-શાસ્ત્ર-સપુરુષની વિરાધના થતાં એનું ફળ નિગોદ છે, જે નરક કરતાં પણ વધારે આકરું છે. વિરાધના ક્રોધ પર્યાયથી કરે તો via નરકમાંથી નિગોદમાં જાય. તો Via નરકમાં જાય. એ ક્રોધનું ફળ પાછું નરક છે. અને માયાચારપૂર્વક વિરાધના કરે એટલે બીજા પાસે કરાવે, એ જાતની આડકતરી રીતે વિરાધના કરે. ક્રોધમાં આવીને ન કરે પણ માયાચારથી કરે તો સીધો નિગોદમાં જાય. એમ બે રીતે (જાય છે). જાય નિગોદમાં જ. સરવાળે એનું Destination, Edcej Station-terminus Rolle &.
મુમુક્ષુ:–અમારેનિગોદમાં નથી જાવું. શું કરવું?
પૂજ્ય ભાઈશ્રી – ન જવું હોય તો પુરુષના સમાગમની ઉપાસના કરીને આત્મજ્ઞાન કરવું. જિજ્ઞાસામાં રહીને સપુરુષના સમાગમની ઉપાસના કરવી અને યથાર્થ રીતે આત્મજ્ઞાન કરવું. એનું ફળ મોક્ષ છે. એ છેલ્લે Terminus એ બાજુનું છે. બે બાજુના છેલ્લા Station છે.
મૃત્યુનું આવવું અવશ્ય છે. આ દેહ કાંઈ કાયમ રહેવાનો નથી. માની લે કે હું જાવાનો નથી અને એમ સમજીને ગમે તેમ સ્વચ્છંદ કે ઉપાંગવેળા કરતો હોય તો કાંઈ આ પર્યાય કાંઈ કાયમ રહે એવું નથી. કોઈની રહી નથી. તારે રહેવાનો પ્રશ્ન નથી. માટે જે કાંઈ કરવું તે વિચારીને કરવું. એ ૫૮૮ (પત્ર પૂરો થયો.
મુમુક્ષુ - આજ તો બાર અંગનો સાર આવી ગયો.
પૂજ્ય ભાઈશ્રી – હા. બહુ સારો પત્ર છે લલ્લુજી' ઉપરનો. એમાં છેલ્લો Paragraph તો મુમુક્ષુને, એમાં પણ જે સિદ્ધાંત શાસ્ત્રનો અભ્યાસ કરે છે એવા મુમુક્ષુને તો માર્ગદર્શનના કારણરૂપે છે.
મુમુક્ષુ -બાર અંગ છે એમાં નિશ્ચયતત્ત્વ શું?
પૂજ્ય ભાઈશ્રી - નિશ્ચયતત્ત્વ પોતાનો આત્મા, નિશ્ચયતત્ત્વ પોતાનો આત્મા. પરમાત્મસ્વરૂપ પોતે જે છે એનિશ્ચયતત્ત્વ છે. નિશ્ચયતત્ત્વ કહો, અધ્યાત્મતત્ત્વ કહો એ પોતાનો આત્મા છે. અને એને જાણે એણે સર્વ જાણ્યું. એને જાણવા માટે એને સત્સંગ સિવાય બીજો કોઈ ઉપાય નથી.