________________
પત્રાંક-૫૮૭
૧૦૧ છે. વિર્ભાગજ્ઞાનનો વિષય પણ પર છે. કેવળજ્ઞાન પણ અનુભવમાં આત્માને અનુભવે. અનુભવમાં પરપદાર્થને અનુભવી શકાતું નથી. પછી એ મતિ-શ્રુત હોય કે કેવળ હોય. એટલે એ અનુભવનો વિષય પરમાર્થનો છે. પરપદાર્થના વિષયમાં આત્માને પરમાર્થ નથી. એટલે એનું જાણવું થઈ શકે. પરમાર્થના વિષયમાં જાતું નથી. પરમાર્થ કયા કારણથી ઊપજે કેભિન્ન પડે તો ત્યાંથી છૂટો પડે તો.
જોકે પરમાર્થથી એમ કહ્યું છે કે કેવળજ્ઞાન પણ અનુભવમાં તો માત્ર આત્માનુભવક છે, વ્યવહારનયથી લોકાલોકપ્રકાશક છે. વ્યવહારનયથી લોકાલોક પ્રકાશક છે એટલે લોકાલોક પ્રકાશક છે એમ કહેવું તે વ્યવહારનયનું વચન છે. કેવળજ્ઞાનને નય નથી. કેવળજ્ઞાન વ્યવહારનયથી પ્રકાશે છે એમ વાત નથી. ન તો કેવળજ્ઞાનને નિશ્ચયનય છે, ન તો કેવળજ્ઞાનને વ્યવહારનય છે. એટલે કેવળજ્ઞાન વ્યવહારનયથી લોકાલોકને પ્રકાશે છે એ ભાવનય નથી, જ્ઞાનનય નથી, એ શબ્દનય
જ્યારે કેવળજ્ઞાન લોકાલોકને પ્રકાશે છે એમ શબ્દ-વચન આવે તો તે શબ્દનયથી તે વ્યવહારનયમાં જાય છે. કેમકે સ્વમાં પરનો સાથે સાથે પર સાથેનો વ્યવહાર ઊભો થઈ ગયો. જ્ઞાનને કેવળજ્ઞાને તો નય જ નથી. એટલે કેવળજ્ઞાન વ્યવહારનયથી જાણે છે
ત્યાં જ્ઞાનનય પ્રવર્તતો જ નથી, જ્ઞાનનયની હયાતી નથી. એટલે ત્યાં જ્ઞાનનયનો વિચાર કરવાનો પ્રશ્ન રહેતો નથી. નહિતર કોઈ એમ ખેંચી જાય છે. જુઓ ! કેવળજ્ઞાન વ્યવહારનયથી પરને જાણે છે માટે એ વાત ખોટી છે. એજ્ઞાનનયને પકડે છે. જ્ઞાનનય છે નહિ, ભાઈ ! ત્યાં કેવળજ્ઞાનને જ્ઞાનનય ઊભો નથી થતો. આ તો શબ્દનયનો વિષય છે.. નય તો બે પ્રકારે છે. જ્યાં જ્ઞાનનય છે ? ક્યાં શબ્દનય છે? ક્યાં બને છે ? ક્યાં બન્નેમાંથી એક હોય તો કયું છે? આ બધું ન સમજતો એકમાં બીજો લોચો માર્યા વગર રહે નહિ. ગોટો કર્યા વગર રહે નહિ. ઘણા આમાં ભૂલ કરે છે.
આ વાત લીધી છે. નિયમસારની ૧૫૯,૬૦,૬૧ ગાથામાં પણ લીધી છે. ત્યાં પણ લોકાલોકને વ્યવહારનયથી કેવળજ્ઞાન જાણે છે, એમ સ્પષ્ટ શબ્દો પડ્યા છે. વ્યવહારનયથી કેવળજ્ઞાન જાણે છે, તો કેવળજ્ઞાનને વ્યવહારનય ખરો ને? શબ્દો તો એમ જ છે. ભાઈ ! શબ્દ પ્રમાણે અર્થ નથી. ત્યાં શબ્દ પ્રમાણે અર્થ નથી. ત્યાં વચનનયને વ્યવહારનય કહીને એને વ્યવહારનયનો ભાંગો કહ્યો છે. બાકી જે જાણવું છે એ તો નિશ્ચય એક જ છે, એમાં કોઈ વ્યવહાર છે નહિ.
આરસો, દીવો, સૂર્ય, અને ચક્ષુ જેમ પદાર્થપ્રકાશક છે, તેમ જ્ઞાન પણ પદાર્થપ્રકાશક છે. એમ છેવટે જ્ઞાનનું પ્રકાશકપણું સ્થાપ્યું છે. પછી કેવળજ્ઞાનના વિષયમાં આ પત્રની અંદર થોડી છણાવટ કરી છે.