________________
૧૦૦
રાજહૃદય ભાગ-૧૨ પણ જેવો આ શેય છે એવો જ્ઞાનાકાર થવો અનિવાર્ય છે. જેવી આની આકૃતિ અને રંગ છે એવો જ્ઞાનની અંદર આકાર ઊભો થવો એ અનિવાર્ય છે. એને નિવારી શકાય એવું નથી. કેમકે જ્યાં જ્ઞાન હોય ત્યાં એનું પ્રકાશકપણું હોય છે. દીવો હોય અને એનો પ્રકાશકપણું ન હોય એમ કેમ બને ? તમે કહો કે દીવો છે. પ્રકાશ નથી. એનું પ્રકાશકપણું દીવાને ન હોય એ જેમ ક્યારેય બનતું નથી. તેમ જ્ઞાન જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે.
દીવાનો સહજ સ્વભાવ જ જેમ પદાર્થપ્રકાશક હોય છે. તેમ જ્ઞાનનો સહજ સ્વભાવ પણ પદાર્થપ્રકાશક છે.” એનો સહજ સ્વભાવ છે. “દીવો દ્રવ્યપ્રકાશક છે... દીવો તો બીજા પદાર્થો, દ્રવ્યોને પ્રકાશે છે, ભાવને નહિ દીવો ભાવને પ્રકાશતો નથી. દીવાને ખબર નથી કે કયા જીવને કેવો ભાવ થાય છે? “અને જ્ઞાન દ્રવ્ય, ભાવ બનેને પ્રકાશક છે.” જ્ઞાન જડપદાર્થને પણ જાણે અને ચેતનના ભાવને પણ જાણે. કેમકે દ્રવ્ય ભાવ બંનેને પ્રકાશે છે. એટલી પ્રકાશવાની શક્તિ વિશેષ છે.
દીવાના પ્રગટવાથી તેના પ્રકાશની સીમામાં જે કોઈ પદાર્થ હોય છે તે સહેજે દેખાઈ રહે છે. એનો પ્રકાશ જે સીમામાં પહોંચે ત્યાં સુધીમાં જે પદાર્થો પડ્યા હોય તે પ્રકાશે છે, દેખાઈ રહે છે. તેમ જ્ઞાનના વિદ્યમાનપણાથી પદાર્થનું સહેજે દેખાવું થાય છે.' અહીં કેવળજ્ઞાનનો પ્રશ્ન છે ને ? એટલે એની મર્યાદા તો પૂરે પૂરી છે. એને પ્રકાશવાની મર્યાદા કોઈ અધૂરી નથી. એટલે એના વિદ્યમાનપણાથી, કેવળજ્ઞાનના વિદ્યમાનપણાથી સર્વ પદાર્થનું પ્રકાશવું સહેજે સહેજે થાય છે. નીચે છદ્મસ્થ હોય તો એનો પ્રકાશ જેટલો ઉઘાડ હોય એટલા પદાર્થોને જાણે. જે પ્રકારનો ઉઘાડ હોય તે પ્રકારના પદાર્થોને જાણે. એમ. મર્યાદામાં (જાણે). કેમકે એનું જ્ઞાન મર્યાદિત છે તો એનો જાણવાનો વિષય પણ મર્યાદિત થાય છે. બધું નથી જાણતો.
જેમાં યથાતથ્ય અને સંપૂર્ણ પદાર્થનું સહેજેદેખાઈ રહેવું થાય છે, તેને કેવળજ્ઞાન કહ્યું છે. શું કહે છે? કે જેમાં યથાતથ્ય અને સંપૂર્ણ પદાર્થનું...” પાછું જેવા છે એવા. યથાતથ્ય એટલે જરાય ફેરફાર વગર. એમાં ભૂલ ન પડે. કેવળજ્ઞાનને જોવામાં ભૂલન થાય. યથાતથ્ય અને સંપૂર્ણ પદાર્થનું સહેજે દેખાઈ રહેવું થાય છે, તેને કેવળજ્ઞાન” કહ્યું છે. જોકે પરમાર્થથી એમ કહ્યું છે કે...” એટલે આ આગમનો વિષય છે. પરમાર્થનો અધ્યાત્મનો જે વિષય છે એમાં બીજી વાત પણ છે. જોકે પરમાર્થથી એમ કહ્યું છે કે કેવળજ્ઞાન પણ અનુભવમાં તો માત્ર આત્માનુભવક છે...” જ્ઞાન વેદનમાં બીજાને ન વેદી શકે. કેવળજ્ઞાન હોય કે છદ્મસ્થનું જ્ઞાન હોય પરને વેદી ન શકે, અનુભવી ન શકે. અનુભવમાં તો માત્ર એ પોતાના આત્માનુભવનો કર્તા છે. શ્રુતજ્ઞાન હોય તોપણ આત્માનુભવને કરે, મતિજ્ઞાન પણ આત્માનુભવને કરે, મન:પર્યય જ્ઞાનનો વિષય પર