________________
૨૩૨
ચજહૃદય ભાગ-૫
અંદર સ્પષ્ટીકરણ આપે છે ત્યારે એને જ્ઞાનીનું સ્વરૂપ પણ સમજાય છે કે સહજપણે પુરુષાર્થની ગતિ અને પુરુષાર્થની સ્થિતિ કેવી હોય છે એ પણ એને સમજાય છે અને ત્યારે એને પોતાની કલ્પના છે એ કલ્પિત વિચાર છે એવું લાગે છે. સહજપણે પોતે એ માર્ગની અંદર આગળ નથી વધતો એવું એને સમજાય છે. એટલે જે આ મુમુક્ષ છે અને એ પ્રકારમાંથી પણ બચાવે છે કે ક્યાંય પણ તમે ધ્યાન કરવા સંબંધીની કલ્પનામાં નહિ ચડી જતા. ધ્યાન કરીએ અને અનુભવ લઈ લઈએ, ધ્યાન કરીએ અને અનુભવ લઈ લઈએ એવી રીતે વિચારમાં નહિ આવતા.
મુમુક્ષુ :- યથાર્થ સમજણ લીધા વગર સંતોષ પકડી લે.
પૂજ્ય ભાઈશ્રી – હા. એમાં શું થાય છે કે ક્ષયોપશમમાં આત્મા કેવો છે એ સમજાયું હોય છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ છે. અનંત જ્ઞાન, અનંત આનંદ આદિ અનંત ગુણનું સ્વરૂપ છે. હવે એ વાત તો સમજાણી કે આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે. હવે મારે એમાં સ્થિર થવું છે. હવે આ એક સમ્યકત્વનો કોઈ વિચિત્ર પ્રકાર કહો, અલૌકિક પ્રકાર કહો, આશ્ચર્યકારી પ્રકાર કહો તો એવો છે કે પર્યાયના કર્તુત્વના નાશમાં એની ઉત્પત્તિ થાય છે. સમ્યક્ત્વની ઉત્પત્તિ ક્યારે થાય છે ? કે જ્યારે જીવને પયયનું કર્તુત્વ ન રહે તો થાય.
નિર્ણય કરીને ધ્યાન કરવા જે બેસે કે મારે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું છે માટે હું એકાગ્રતાનો પ્રયત્ન કરવા માટે, પુરુષાર્થ કરવા માટે એકાંતમાં બેસીને સ્વરૂપ વિચારણા અને ધ્યાન કરું. સ્વરૂપના વિચાર કર્યું અને એ વિચાર કરતાં કરતાં સ્વરૂપધ્યાનમાં હું આવું. હવે એની અંદર ભૂલ શું થઈ ? આપણે વિચારીએ તો. ભૂલ એ થઈ કે જે પર્યાયના કર્તુત્વનો જ સદંતર નાશ કરવાનો છે એ જ પર્યાયનું કર્તત્વ લઈને બેઠો કે હું આમ કરું. હું આમ કરું... હું આમ કરું... હું આમ કરે. પર્યાયબુદ્ધિ, પર્યાયના કર્તુત્વબુદ્ધિમાં એ વાત લીધી છે. પુરુષાર્થના બહાને પણ. પુરુષાર્થના બહાને પુરુષાર્થ કરું, ધ્યાન કરું એના બહાને પણ પર્યાયના કર્તૃત્વમાં જે જીવ આવે છે એ એ વખતે દર્શનમોહને તીવ્ર કરે છે, દર્શનમોહને વધારે છે. એટલે પર્યાય ઉપરથી લક્ષ જ ઊડી જાય ત્યારે સ્વરૂપધ્યાન થાય છે અને એવું સ્વરૂપ લક્ષમાં આવે ત્યારે જ પર્યાય ઉપરથી લક્ષ ઊડે છે એવી જે સહજ પરિસ્થિત છે એ પરિસ્થિતના અજ્ઞાનમાં કૃત્રિમતાએ કોઈ ધ્યાન અને એકાગ્રતા કરવા માટે પ્રયત્ન કરે છે એ ખોટું