________________
પત્રાંક-૩૩૦
૨૩૧ પરિણમન સહજ છે. એટલે એક દમન કરે છે એક શમન કરે છે. Automatic જ એ પ્રકૃતિઓનું શમન થઈ જાય છે. એમ બાહ્ય ત્યાગમાં જ્ઞાનદશા અને અજ્ઞાનદશામાં ઘણું અંતર છે.
એ વિચાર કરવાની તમારી ભૂમિકા છે. અને તે ભૂમિકા ગુણસ્થાનક) વિચારવાથી કોઈ પ્રકારે તમને યથાર્થ ધીરજ આવવાનો સંભવ છે. એનો વિચાર કરશો એટલે થોડી ધીરજ-વ્યથાર્થ ધીરજ આવશે. પાછી ખોટી ધીરજ આવે એમ પણ નહિ, ખોટી ઉતાવળ થાય એમ પણ નહિ. આ એક એવું કાર્ય છે જેમ દુકાનદાર માણસ વેપાર કરે છે તો ઘરાકને પોતાના ભાવે આપવું છે અને છતાં એને એવી રીતે નથી કહેવું કે એ ચાલતો થઈ જાય. એને એવી રીતે સમજાવે છે અને છતાં પેલાને જોઈએ છે એ ભાવે નથી આપતો, પોતાના ભાવે આપે છે કે મેં આટલું નક્કી કર્યું છે, આથી નીચા ભાવે તો આ માલ મારે વેંચાય નહીં એવું અંદર નક્કી કરેલું છે. તો ગમે તે યુક્તિ-પ્રયુક્તિ કરે, ગમે તે બોલવામાં સમજાવે, ગમે તે પ્રકારની એને Salesmanship કરે પણ એને ખરાબ ન લાગવું જોઈએ છતાં એને ભાવ પૂરો જ લેવો છે. બંને રીતે કામ કરે છે કે નથી કરતા ? તો પેલો એમ કહે કે તમારો ભાવ બરાબર છે, મારો એક રૂપિયો જ ઓછો લ્યો. તો કહે નહિ, ભાવ તો એટલો જ લઈશ. એક રૂપિયો નહિ, દોઢ રૂપિયાની ચા પીવડાવી દઉં તમને. પણ ભાવમાં ચારા આના પણ ઓછા નહિ લઉં. બન્ને બાજુથી ખોટી ઉતાવળ પણ થવી જોઈએ, ખોટી ધીરજ પણ નહિ થવી જોઈએ. એવું સૂક્ષ્મ પરિણમન અહીંયાં પણ હોય છે, સમ્યક્દર્શન પહેલાં આ બધો વિવેક આવે છે.
કોઈ પણ પ્રકારે પોતે કંઈ મનમાં સંકહ્યું હોય કે આવી દશામાં આવીએ અથવા આવા પ્રકારનું ધ્યાન કરીએ, તો સમ્યકત્વની પ્રાપ્તિ થાય, તો તે સંકલ્પેલું પ્રાય (જ્ઞાનીનું સ્વરૂપ સમજાયે) ખોટું છે એમ જણાય છે.” હવે મુમુક્ષુની ભૂમિકામાં એક આ પ્રકારની અંદર પણ કેટલાક જીવો આવે છે. તે એવી રીતે વિચાર કરે છે કે અમુક દશામાં આપણે આવીએ, એને કૃત્રિમતા આવે છે. અથવા અમુક રીતે એકાંતમાં બેસીને ધ્યાન કરીએ, નિર્વિકલ્પ સ્વરૂપનું ધ્યાન કરીએ એમ સંકલ્પ-વિકલ્પ, કલ્પના કરે છે અને એમ કરતાં સમ્યકત્વની પ્રાપ્તિ થશે એવું વિચારે છે. કહે છે કે એ પ્રાય ખોટું છે એમ જણાય છે. એ ક્યારે ખોટું જણાય છે ? કે કોઈ જ્ઞાની એ વિષયની