________________
૨
રાજહૃદય ભાગ-૫
એ લક્ષ આગળ થયા વિના જપ, તપ, ધ્યાન કે દાન કોઈની યથાયોગ્ય સિદ્ધિ નથી, અને ત્યાં સુધી ધ્યાનાદિક નહીં જેવા કામનાં છે. માટે એમાંથી જે જે સાધનો થઈ શકતાં હોય તે બધાં એક લક્ષ થવાને અર્થે કરવાં કે જે લક્ષ અમે ઉપર જણાવ્યો છે. જપતપાદિક કંઈ નિષેધવા યોગ્ય નથી; તથાપિ તે બધાં એક લક્ષને અર્થે છે, અને એ લક્ષ વિના જીવને સમ્યક્ત્વસિદ્ધિ થતી નથી.
વધારે શું કહીએ ? ઉપર જણાવ્યું છે તેટલું જ સમજવાને માટે સઘળાં શાસ્ત્રો પ્રતિપાદિત થયાં છે.
તા. ૧૧-૧૧-૧૯૮૯, પ્રવચન નં. ૮૨ પત્રાંક ૨૯૯ થી ૩૦૧
પત્રાંક ૨૯૯, પાનું ૩૦૬. ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે; તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતુના ચરણમાં રહેવું,' શાસ્ત્રવાંચનને પણ અહીંયાં ક્રિયામાં ગણ્યું છે. તપ તો બાહ્ય ક્રિયા સ્પષ્ટપણે સમજાય છે પણ શાસ્ત્રવાંચન, એ પણ અહીંયાં ક્રિયા ગણી છે. એટલે બાહ્ય ક્રિયા લેવી. પરિણામ પણ જ્યાં સુધી બહાર ને બહાર હોય છે અથવા આર્તધ્યાનયુક્ત હોય છે. ધ્યાનથી તરત પકડાય છે, આર્તધ્યાન છે. પણ કામ શું કરવાનું છે એ લક્ષમાં હોવું જોઈએ.
અસ્તિ-નાસ્તિથી બે વાત કરી છે. બહારની અને બહારની ક્રિયામાં આ વાત લીધી છે કે જગતની વિસ્મૃતિ કરવી. જગતની વિસ્મૃતિ કરવી એટલે જગત પ્રત્યેનું કુતૂહલ છોડવું, જે ૫૨ રુચિના પરિણામ સ્વરૂપ છે અને સ્વરૂપ રુચિના અભાવસ્વરૂપ