________________
नमः श्रीसिद्धेभ्यः
રાજહૃદય
ભાગ-૫
પત્રાંક-૨૯૯
વવાણિયા, કાર્તિક સુદ ૭, વિ, ૧૯૪૮
ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે; તે એ કે જ્ગતની વિસ્મૃતિ કરવી અને સા ચરણમાં રહેવું.
અને એ એક જ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાને શું કરવું યોગ્ય છે, અને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે.