________________
(૫૨). દેવ વચને પુનમ તથા એમવારની દશનની તથા શ્રીફળ વધેરવાની અને મૌન રહેવાની સંઘલકોએ સદાકાળથી શરૂઆત કરી. દાદાજી કુશળસૂરિ પણ બહુ પ્રભાવશાળી આચાર્ય હતા. ગામેગામ દાદા કુશળસૂરિજીના ચરની થાપના છે. અને ગૌતમ સ્વામીની પેઠે, જિનનામ સ્મરણ કરનારના દુઃખદારિદ્ર દૂર કર્યાનું મારવાડ, પંજાબ, બંગાળ, મધ્યહિન્દ, ગુજરાત અને કાઠિયાવાડ તરફના સંઘમાં પરતા બતાવી, મનવાંછિત પૂર્યા છે પૂરે છે.
ઉપરોક્ત બંને આચાર્ય સંઘમાં દાદાસાહેબના નામે દેવલોક ગયા પછી ઓળખાવા લાગ્યા છે. તેઓ ખરતરગચ્છે દિપક સમાન ગણાયા છે. તેમણે હજારે નવા જેન કર્યા અને લાખોને ધમે દઢ કર્યો. ઘણા જિનચૈત્ય અને જિનબિંબની પ્રતિષ્ઠા કરી અને શિષ્ય સમુદાય પણ વૃદ્ધિ પામતે કર્યો છે.
તિર્થાધિરાજ તળેટીમંડન મેહેતાબ વિહારપ્રસાદ યા ધનવાસી ટુંકમાં દાદાજીની ભવ્યમૂર્તિઓ સ્થાપન કરતાં જ નામ મરીને દર્શન કરતાં મનવંછિત પૂરે છે.
કિમ્બહુના !!!