________________
(૮) ધનવસીમાં પેસતા (એફીસ સામે) ભવ્યમંડપમાં બંને દાદાસાહેબની મૂતિઓ અને ચરિત્ર.
શાસનપતિ શ્રી મહાવીરજીની પાટ ઉપર થયેલા શ્રુતકેવળી અને યુગપ્રધાન તથા ધર્મધુરંધર પ્રખર પંડિત મહાન આચાર્યો થયા. જેમાં કેટલાક મહા ચમત્કારવાળી વિદ્યાના જાણ અને ઉગ્ર તપસ્વીઓ હતા. પરંતુ વિકમની અગીયારમી શતાબ્દિ સુધીમાં “સારા ” નામ કઈ પણ આચાર્યે શ્રી સંઘને પરછા બતાવીને નિજ નામને માનનાર નિજ સંઘને વિશેષપણે સુખદાતા થયા હોય તે ખરત્તર ગચ્છના આચાર્ય ૧ જિનદત્તસૂરિજી અને ૨ જિનકુશળસૂરિજી એ બંનેએ સ્વર્ગવાસ કરી દેવગતિમાં ગયા. ત્યાંથી આ ફાનિ દુનિયા પર આવી નિજ ભક્તોની ભીડ ભાંગવા લાગ્યા. અને સંઘને જાહેર કર્યું કે ઉપરોક્ત બને આચાર્યોને દાદાસાહેબના નામે ઓળખવા. તે ટાઈમથી હિન્દભરમાં દાદાસાહેબના ચરણની સ્થાપના શરૂ થઈ. અને ઘણાં ગામ શહેરમાં દાદાવાડી યા બગીચાની ઇલાયદી જગ્યાથી ઓળખાય છે. - આ બંને મહાપુરૂષ સાધુપણામાં, ત૫-જપ અને મંત્ર ઘણી વિદ્યા સિદ્ધ કરી હતી. તે તેમાંથી ફક્ત તદ્દન ટુંકામાં ડકની નિશાનિ રૂપે અત્રે નીચે મુજબ જગજાહેર છે.