________________
(૨૨૩) મારૂં પણ ચાહે છે તુમ ચાકરી, હાનિ કરવા અષ્ટ કરમ દુઃખદાયજે; રાત દિવસ રટવા લાગી તુમ નામની, જય જય પામે ઝવેર પ્રભુ સુપસાય. શ્રી. ૩
શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન, તીરથની આશાતના નહીં કરીયે–એ દેશી
ચંદ્રપ્રભુની ચાકરી ચિત્ત ચાહે, હાંરે ચિત્ત ચાહે રે ચિત્ત ચાહે; હાંરે લીજે માનવ જન્મને લાહ, હાંરે તરવા સંસાર. ચં૦ (એ ટેક.) ચંદ્રપુરી નયરી તણા - હારાયા, હરે તાત મહસેન વંશ દીપાયા, હાંરે રાણી લક્ષ્મણાના પ્રભુ જાયા, હાંરે વેતવરણ કાય. ચં. ૧ ધનુષ્ય દેહસે માનની પ્રભુ કાયા, હાંરે શુભ લંછન ચંદ્રનું પાયા, હાંરે મુખ ચંદ્ર સમું જિનરાયા, હાંરે મૂરતિ મહાર. ચં૨ સુંદર મૂરત શોભતી અવિકારી, હાંરે દિસે મેહ નહીં તલભારી, હાંરે સમતા રસની શુભ ક્યારી, હરે દેખી હોય આનંદ. ચં. ૩ આઠમા જિનની આઠ દ્રવ્યથી સારી, હાંરે પૂજા અષ્ટ કરમ હરનારી, હાંરે ગતિ અષ્ટમીને દાતારી, હાંરે કરી ધરી પ્રેમ. ચં૦ ૪ શુદ્ધ હૃદય શુભ ભાવથી ગુણ ગાવે, હાંરે નિજ સંચિત કર્મ ખપાવે, હાંરે ઝવેરાત નિજાતમ પાવે, હારે સુખ પામ સાર. ચં. ૫