________________
( ૧૯૯ )
રાયણના મહિમા નિચે પ્રમાણે છે. શ્રીમાન્ તિર્થંકર ઋષભદેવથી વર્તીમાન કાળે ભૂષિત, દૂધની ધારાને ઝરતી પ્રાયઃ સદા શાશ્વતી આ એકજ રાયણ છે. મનની એકાગ્રતાથી જો સેાના રૂપાથી કે મેાતીથી વધાવીને ચંદનવડે પૂજે તે સ્વપ્નમાં આવીને શુભાશુભને કહી આપે છે. ભૂત રાક્ષસાદિથી ભય પામેલ માણસે આ રાયણને પૂજે તા ભયથી મુક્ત થાય છે. અને એકાંતર, તરી, ને ચેાથી તાવ આવતા હોય તા તે ઉતરી જાય છે. વળી એ મિત્રા કે મ્હેનપણીઓ થતાં આ રાયણને શાક્ષીરૂપ કરે તે તે સારૂં સુખ પામે છે. આ રાયણની નિચે પડી ગયેલી છાલ, પાંદડા, અને તેના થાળાની માટી લઈને તેનુ પાણી કરી શરીરને લગાવે તે દુષ્ટ દુષ્ટાદિ રાગે નાશ પામે છે, પણ તે .શુદ્ધભાવે અંતરથી સ્મરણ કરનારને ફળે છે. તેના પાંદડે પાંદડે, દરેક થડે, ને મૂળ સુધી દેવતાના વાસ છે. માટે તેની આશાતના નહિ કરવી. પૂર્વ નવાણુવાર પ્રભુ શ્રી આદિનાથ સમાસર્યાં તે આ રાયણની નિચેજ.
હવે આ તિર્થાધિરાજ ઉપર અનંતા ઉદ્ધારા થઇ ગયા. પણ હું ઈંદ્ર ! આ કાળે મોટા સત્તર ઉદ્ધારા આ પ્રમાણે. થશે. ૧ લેા ઉદ્ધાર-ભરત ચક્રવતિરાજાના મારા ઉપદેશથી. ૨ જો-શ્રી ભરતની આઠમી ગાદીએ થતા 'ડવિય રા
(