________________
(૧૪) અને વૃક્ષો સર્વેસુખકર અને પાપ હરનાર મહા પ્રભાવિક છે. જેનું ટુંક વર્ણન આગળ આવશે. હવે ભારતરાજા, અને સોરઠદેશના “શક્તિસિંહજી રાજાને સાથે લઈને તિર્થરાજની ચોતરફ ફરવા નીકળે છે. એક શિખર દેખીને ભરતેશ્વરે કહ્યું, કે આ શિખર કેવું છે? શક્તિસિંહે કહ્યું કે આ તાલધ્વજ પર્વત છે. ને બાહુબળજીએ અહિં કાઉસ્સગ કર્યો હોવાથી તેને બાહુબલી ટુંક પણ કહેવાય છે. વળી બીજું શિખર દેખીને પૂછતાં ઉત્તરમાં કદઅગિરી પર્વત કહ્યો. એ બંનેને ઉદ્ધાર ભરતે કરા. એક જટાધારી તાપસને દેખી ભારતે પૂછ્યું. તે તાપસ કહે કે હે મહારાજા ! મને શ્રી આદિશ્વર ભગવાને કહ્યું છે કે જ્યારે આઠમા તિર્થ કર “ચંદ્રપ્રભુ” થશે, ત્યારે તું આ તિજ સિદ્ધિપદ પામીશ. તેથી હું પ્રભુશ્રીનું ધ્યાન ધરતે ઈંહાં બેઠે છું. તે સાંભળી તે સ્થાનકે ચંદ્રપ્રભુને એક પ્રસાદ કરાવે. વળી શેજી નદિના સામે એક પર્વત છે. ત્યાં મલેચ્છ લેકે રોગ મૂક્યાથી ઘણા માણસે મરવા લાવ્યા. તેથી એક ચારણ મુનિએ ભરતને કહ્યું કે આ શેત્રુંજી નદિનું પાણી છાંટતાંજ રેગ મટશે. એટલે તેમ કરતાંજ રેગ મટ. પણ ભરતરાજાને એક હાથી મરણ પામ્યા. તેથી ત્યાં હસ્તિનાગપુર (હાથસણી.) ગામ વસાચું ને હસ્તિકસ્પતિ પ્રગટાવ્યું જેને હાલ “હસ્તિગિરી