________________
(૧૩) લાલજીએ પશમ પ્રમાણે જ્ઞાનબળથી જોતાં જવાની જરૂર જાણે. એટલે બાબુસાહેબે હા પાડી અને અંજનશલાકા પ્રતિષ્ઠાની ક્રિયામાં છેલ્લે સુધી હાજર રહ્યા.
અંજનશલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવ. બે માસ અગાઉથી સહકુટુંબ બાબુસાહેબનું આવવું,
બંગદેશના પુરાતન શહેર “મુર્શિદાબાદ નિવાસી જૈન જમીનદાર રાયબહાદુર બાબુસાહેબ “ધનપતિસિંહજી” પિતાના રાજવંશી સરકારી રસાલા સાથે લગભગ બે માસ અગાઉથી પાલીતાણામાં આ મહા મહિને સવ નિવિદને પસાર કરવાને સહકુટુંબ પધાર્યા. અને શ્રીમાન શેઠ આણંદજી કલ્યાણજી તથા શહેરના સ્થાનિક સંઘના પાસે કામકાજમાં મદદ મળવા માગણી કરી. તેથી કેટલીક ગામ મહાજનની મદદથી મહત્સવનું કામ શરૂ કર્યું,
જે જગ્યાએ દહેરાસર છે, તે જગ્યામાં અંજનશલાકાના બિબેની મડપરચના હતી. અને બાજુમાં વિધિવિધાન કરાવનારાની બેઠક, અને તેનાથી નિચે જયતલેટી સુધી પ્રેક્ષક યાત્રીકોને સમિયાણે બાંધે હતે. ક્રિયાવિધિ કરાવનારા ખરત્તરગચ્છના શ્રીપૂજ્યજી તથા તપાગછના શ્રીપૂજ્ય વિજયરાજસૂરિ તથા જિનભદ્રસૂરિ વિગેરે