________________
(૧૮૫) બાહુબળને બહલીદેશનું, દ્રવિડને દ્રવિડેદેશનું એમ સોએ પુત્રને રાજ્ય વહેંચી આપ્યા. અને “સંવત્સરિ દાન દેવા માંડ્યું. દિનપ્રતિદિન એકકોડ અને આઠલાખ સેનૈયાનું દાન દેતા હતા; તે બરાબર એકવર્ષ સૂધી (૩૬૦ દિન) દઈને ચૈત્ર વદિ ૮ (ગુરુ ફાગણ વદ ૮)ના દિને પ્રભુ શ્રી આદિનાથ દિક્ષા લેતા હવા. તે વેળા પ્રભુની સાથે કચ્છ અને મહાકછાદિ ૪૦૦૦) ચારહજાર રાજપુએ દિક્ષા લીધી. તેના માનમાં શ્રી ભરતચક્રવતીએ અઠ્ઠાઈમહત્સવ કર્યો. પ્રભુ તે પંચમહાવ્રત ઉચરીને તુર્તજ વિહાર કરી ગયા. અને સાધુ જે ચારહજાર હતા તે ભૂખ-તૃષાથી પીડાવા લાગ્યા, તેથી જુદા પડ્યા હતા. તે પ્રભુ પાસે જઈને પૂછવા લાગ્યા પણ પ્રભુ મૌનપણે હેવાથી ઉત્તર ન મળે. એટલે સર્વે ચાલ્યા ગયા, પ્રભુ પણ અન્યત્ર પ્રભાત થતા વિચરી ગયા. તાપસ–રૂષીની ઉત્પત્તિ ચાર હજાર સાધુથી પરિષહ સહન ન થયે, તેથી વિચારમાં પડ્યા, કે દિક્ષા છોડને જતાં લેકે માં અપમાન થાય માટે આપણે સર્વે વનમાં રહીને ફળફૂલ ખાવાં ને પાંદડા છાલના વસ્ત્રો પહેરવા તેથી તેઓ વનમાં રહેનારા તાપસ થયા. હવે પ્રભુના બે પાળક પુત્ર રાજભાગ વહેંચતી વેળાએ બહારગામ ગયા હતા. તેણે આવીને ભારતને કહ્યું કે પિતાજીએ આપેલ અમારો રાજભાગ આપે ત્યારે ભારતે કહ્યું કે પિતાજીએ નથી