________________
(૧૭૭) દહેરાં સં. ૧૮૮૫ થી ૧૮૭ સૂધીના અને કચ્છી ગૃહસ્થ બંનેના ચાલુ સદીના છે.
અંગારશાપીર સંબંધી-શાહબુદિન ગોરી બાદશાહ ના વખતમાં “અંગારશા” ઉર્ફે હિંજે પાલીતાણામાં થાણદાર હતું. તેમણે કેટલીક વખત જેન લેકેની પણ નોકરી કરી હતી તે ઓલીએ પંચભુતને કબજે કરવાની વિદ્યામાં પ્રવિણ હતા. તે મરણ પામીને વ્યંતર થયા હતા. કેટલેક વખતે યાત્રાળે આવેલ સંઘવ્યકતીઓને ઉપદ્રવ કર્યાથી સાથમાં આવેલ યતિ આચાર્યાદિકે તેને ચમત્કારી રીતે લાવતાં છેવટે તેણે કહ્યું કે હું ધોળી ધજા વાળાને સેવક થઈ સંઘને રક્ષક થાઉં છું. પણ અહિં હિં જે આ મારા હાડકા નજરે પડે છે. તે વણાવી લઈ આ ખૂણામાં દફનાવે અને કબર કરાવે. એમ કહી અદશ્ય થયે. શુદ્ધતા માટે જુઓ સૌરાષ્ટની જુની તવારીખ નામનું પુસ્તક
કિલ્લાની અંદર પાણીના કુંડ પાંચ દાદાની ટુંકમાં, બે વચ્ચેની ટુંકમાં, અને એક ચમુખના દરવાજે મળી કુલ આઠ પાણીના કુંડે છે. બાકી પાણીના ટાંકાએ બાંધેલા છે. ઈત્યાદિ !