________________
(૧૭૪) પ્રતિષ્ઠા કરી. આ ટુંકમાં “દેરાણી જેઠાણના ગોખલા” સુરતના ઝવેરી ઘુસભાઈઓની સ્ત્રીઓએ આબુના દેરાણી જેઠાણના ગેખલાંના નમુના માટે આરસના ઝીણું નકશીવાળા બનાવ્યા છે.
શેઠ હેમાભાઈની દુક–સં. ૧૮૮૬ માં અમદાવાદના નગરશેઠ હેમાભાઈ વખતચંદ અને તેમના કુટુંબ પ્રતિષ્ઠા શ્રી અજિતનાથની કરી. ટુંક બંધાવનાર ઉક્ત શેઠ “શાંતીદાસ શેઠ”ના પૌત્રના પુત્ર છે. ને તેઓ ઉદેપુરના શિશુદિયા રાણાજી શ્રી સામતસિંહજી રાણાને જ પરિવાર છે.
ઉજમબાઇની ક–સં. ૧૮૯ માં ઉક્ત શેઠશ્રીએ બંધાવી પોતાના બહેન ઉજમબાઈનું નામ કાયમ કરી શ્રીનંદીશ્વરદ્વિપ” ની પ્રતિષ્ઠા કરી.
નદિશ્વર દ્વિપ સંબધિ. આ જંબુદ્વિપથી આઠમે દ્વિપ છે. તેને વિસ્તાર એક -અબજ તેસઠકોડ ને ચેરાશી લાખ જે જનને છે. તેની ચારે દિશાએ ચાર “અંજનગિરી પર્વત છે. અકેક અંજનગિરીના ચોતરફ ચચાર દધિમુખ પર્વત આવ્યાથી તે સેળ થયા. અને અકેક દધિમુખના બંને પડખે બે વાવીએ છે. તે દરેક વાવએ રતિકર પર્વત છે. તે બત્રીશ થયા. એટલે બધા મળીને (પર) ચૌમુખવાળું નંદીશ્વરના બાવન