________________
(૧૭૧)
વાળા સોનેરી જૂના વખતના છે. અને બાજુમાં આરસના સુંદર બે હાથી ઉભા છે. ત્યારે અંદર આરસની બંગલી જેવા ઘાટની તદ્દન આરસની દહેરીમાં પાર્શ્વનાથની નાની પણ મનહર પ્રતિમા છે. જોવાલાયક આ દહેરૂં છે. વળી ઠેઠ શિખર સુધી તદ્દન આરસનું જ દહેરૂં કપૂરચંદ પટવાએ સં. ૧૮૬૦ માં બંધાવ્યું અને પદ્મપ્રભુની પ્રતિષ્ઠા કરી અને સં. ૧૯૨૮માં કચ્છી શેઠ નરસી કેસવજી નાયકે પચતિથનું દહેરૂં બંધાવ્યું. જેમાં મધ્યમાં શેત્રુજે, અષ્ટાપદ, મેરૂપર્વત, સમેતશિખર, અને સમવસરણની રચનાવાળું છે. આવું દહેરૂ ડુંગર ઉપર આ એકજ છે. જેણે અંગ્રેજ સરકારને નાણાની અખૂટ મદદ આપીને લાખ રૂપિયાની હું એકજ દિવસે શીકારનાર બંગાળના મુશિદાબાદના
જગતશેઠ” નું બિરૂદ ધારક “આલમચંદજી ” નું પણ એક દહેરાસર જોવાય છે.
' બાદ રતનપળમાં ખૂદ દાદાના દહેરાં સિવાય એક દહેરૂ સં. ૧૩૭૫ માં પાટણવાળા મોતીચંદભાઈએ બંધાવીને સસરણના ચૌમુખની પ્રતિષ્ઠા કરી. બાદ ચેકમાં સામસામા બે દહેરાં મંત્રી ભાઈઓ વસ્તુપાળ તેજપાળના બારના સૈકાના, ગંધારી આ રામજીના શાંતિનાથના ચેમુખનું, મુળશાના મંડપવાળું સંપઈજિનનું, અને અષ્ટાપદજીનું એ ત્રણે સં. ૧૯૨૦ માં બંધાયા છે.