________________
(૧૬૮) ભરના પગથિયાં અમદાવાદવાળા રાવબહાદુર હરકુંવર શેઠાણીએ બંધાવેલ છે. તેના ઉપર ચડતા છાલાકુડ નામે પાણીને ત્રીજો કુંડ સં. ૧૮૭૦ માં બાંધેલ છે. તેના પાસે ચાર શાશ્વતાજિનના ચરણની દહેરી છે. તેના માથે આપણા જમણા હાથ ભણું એક ટેકરી ઉપર તપાગચ્છના શ્રીપૂજની ટુંકની દહેરી જોવાલાયક છે. ત્યારબાદ ચડતાં સઘળાં દહેરાંના દેખાવનું તળિયું સપાટ છે. ત્યાં પાણીને ચોથો કુંડ હીરબાઇને કુંડ તે અમદાવાદના ભંડારી કુટુંબની દીકરીએ નવાણુંવાર સંઘમાં આવીને નવાણું યાત્રા કરી. સં. ૧૮ નાં સૈકામાં કરી. આ કુંડ પાસે કાતિક પૂનેમના મહિમાની દહેરી મેટી છે, તેમાં દ્રાવિડ વાલખીલ્ય, અઈમાતાજી, ને નારદજીની એમ ચાર કાઉસગિયા મૃતિપ્રતિમા છે. થોડે દૂર ચડતાં પાણીને પાંચમે ભૂખણકુંડ યા બાવળકુંડ છે. તેના પાસે દહેરી બેમાં ગજસુકમાળ વિગેરેના ચરણ છે. અને એકમેટી દહેરી છે. તેમાં રામચંદ્રજી, ભરતજી, થાવચા, શુકરાજ, ને શૈલંકાચાયની કાઉસગી પાંચ પ્રતિમા છે. ત્યાંથી હનુમાનદ્વાર આવે છે. ત્યાં એક મોટા ચિતરા ઉપર બે દહેરીમાં પ્રભુના ચરણ છે. અહિંયાથી નવટુંકને રસ્તો છે. દાદાજીની ટૂંકમાં જતાં કિલ્લાની બહાર ડુંગરની ભેખમાં છ-સાત ફુટ ઉંચે ત્રણ મૂતિ જાળી, મયાળી ને વિયાળી ની કોતરેલી છે."