________________
(૧૫૬) તિર્થો ડુંગરની છેક ટેચ ઉપર સ્થાપિત છે. અને કેસરિયા, સંખેશ્વરજી જમીન ઉપર પ્રાચિનપણે જોવાય છે. વળી અંતરિક્ષ, મલ્લિનાથજી, પાનસર, ને સેરીસાઇ વિગેરે જૂની બહુ પ્રતિમાઓ જમીન ઉપર ચમત્કાર પ્રગટ કરી ને નવિન તિર્થ રૂપે મોટા ધામરૂપ થઈ પડયા છે. તે તે સઘળું જોતાં જૈનધર્મનું પ્રાચિનપણું બતાવી આપનાર મોટી નિશાનિઓ જીવતિ જાગતિ છે.
અનેક પ્રકારના તિર્થોમાં મુખ્યતા શ્રી સિદ્ધાચળ તિર્થનીજ છે. અને અસલથી તે મહાપવીત્ર સદાકાળ સઘળા તિથને રાજા છે. ખાસ તિર્થંકરદેવે એ કહેલા વર્ણનના સારરૂપ શ્રી શેત્રુંજય મહાભ્ય વર્તમાનમાં મોજૂદ છે. ચોવીસે તિર્થંકરાએ શ્રી શેત્રુંજય મહાઓ વર્ણવ્યાનું અને તે તિર્થ ફર્સવાનું પણ સર્વેએ કરેલું છે, જે તિર્થંકર ચરિત્રે વાંચી જોતાં સ્પષ્ટ માલુમ પડે છે કે અસલથી જૈનતિર્થરાજ ન વેતામ્બર મૂર્તિપૂજક કેમને છે.
હવે કોઈ એમ સમજનાર કહે કે શ્રી શેત્રુંજય તિર્થ પ્રથમ બોધલોકેનું હતું. અને તે હિન્દુસ્તાનની બહાર જવાથી તે જૈન લોકોના હાથમાં આવ્યું. તે આવું સમજનારાએ જાણવું કે-જે તેમને વસવાટ થયા હોય તો જતા વખતે કાંઈપણ નિશાની બૌદ્ધોની હેવી જોઈએ. કે