________________
(૧૩૯)
છે. અને ત્રીજી ખંભાતમાં સ્થાન પાર્શ્વનાથની છે. આ પાર્શ્વનાથને તે પહેલાં મહાપ્રતાપવાળી પાર્શ્વનાથની પ્રતિમાથી ઓળખતા, અને આ પ્રતિમાના સામે પાલીતાણા (પાદલિપ્તપુર.) ના વસાવનાર નાગાર્જુન ચગી શ્રાવકે પારાના સ્થંભનની વિદ્યા સિદ્ધ કરી હતી. તેને પણ બે. હજાર ઉપર વર્ષો થઈ ગયા છે. શ્રીમદ્દ જૈનાચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી ઉ આત્મારામજી મહારાજે પોતાના બનાવેલ તત્વાર્થનિર્ણયગ્રંથમાં શ્રી પ્રભાવક ચરિત્ર અને પ્રવચનપરિક્ષા ગ્રંથના આધારે શોધનતાની સ્પષ્ટતા કરીને પ્રકાશ કરેલ છે.
પ્રથમના વખતમાં તિર્થંકરોના સંવત્સર પ્રતિમા ઉપર લખવામાં આવતા હતા. તે આ પ્રતિમાથી સિદ્ધ છે.
મથુરા નગરીમાં વીરમભુ ની પ્રતિમા ઉપરના લેખમાં સંવત ૯ને શિલા લેખ કરેલ છે. ને બીજી ઉપર સંવત ૨૦ છે. તે સં કનિષ્ઠરાજાના છે તે ત્યાંથી જોઈ લે.
અજારા પાર્શ્વનાથની પ્રતિમા. પણ નેમિનાથ પ્રભુના સમયની છે. સમુદ્રમાંથી હસ્તગત થયેલા છે. જેને પણ પાંચલાખ અધિક વર્ષો થયાં.