________________
(૧૨૮) " કેટલાક કહે છે કે તેજપાળ સનીને જિર્ણોદ્ધારમાં તિર્થપતિ દાદાની પુનઃ પ્રતિષ્ટા હીરસૂરિજી મહારાજે કરી છે. તે તે પણ તેમ નથી. પણ દાદાને ઉત્થાપન કર્યા વિના અડખા પડખાનું રિપર કામ બહુ ઉપયોગથી દશ મહિનામાં જ પૂર્ણ (કેટલાક નવા કામ પૂર્વક) કરેલ છે. અને પ્રતિષ્ઠાનું સૂચવન એટલા પૂરતું છે કે મહાન ઉદ્ધારના જેવા આ જિર્ણોદ્ધાર (નાને ઉદ્ધાર.) થયો છે. તેનું અવિધિ આશાતના થયેલીને દૂર કરવા પૂરતી સમજવી. (પંજાબી વિ. કમળસૂરી વચનાત.) જેની શાક્ષીમાં વર્ષગાંઠ (વેવદિ ૬) બદલાય તે બદલાણ જેવાણી નહિ.
તિપતિ દાદા ઉપર વિજળી પડવાને ચમત્કાર,
સં. ૧૮ના સૈકામાં સિધ્ધાચળ ઉપર ખુદ આદિશ્વર ભગવાનના દહેરામાં પડી. અને સર્વ શરીરથી દૂર રહીને ફક્ત નાશિકાના ટેરવાને ખંડિત કર્યું. આ વિજળીએ શિખરના ઘુમટને ફાડી માળ ઉપરના મુખના ખુણાના ભાગને ચીરા પાડીને નિચે ગભારામાં ઉતરી. ને નાકને ખંડિત કરીને નીચેના નમણુકુડીને ખાળિયાદ્વારા બહાર નીકળી. જ્યાં જ્યાં બાઈસાહેબ (વિજળી) ફર્યા, તે તે જગ્યાએ ફાટ, ચીરે અને કાળાશને ભાગ પડી ગયે હતો. જેને દેખાવ ઘણું વર્ષ રાખ્યા હતા,