________________
(૧૨) પ્રતિષ્ઠીત કરી આખા તિર્થરાજના પતિ મુળનાયક જાહેર કર્યા છે. તેને આજે ચાર અધિક ચારસો (૪૦૪) વર્ષ થઈ ગયા, અને જે તેમની વર્ષગાંઠ આખા ભરતખંડના ગામેગામના જૈન સંઘે યથાશક્તિ પાળવી-ઉજવવી જોઈએ. આ દિવસને જેન તહેવાર ગણીને એટલે સાચાને સાચું માન આપીને આપણું સંઘની “આણંદજી કલ્યાણજી ની અમદાવાદની મુખ્ય પેઢી તરફથી સં. ૧૯૭૦ માં જાહેર ખબર પ્રગટ કરવામાં આવી છે. તે આ પ્રમાણે,
તિર્થાધિરાજ શ્રી આદિશ્વર ભગવાનની વર્ષગાંઠને દિવસ વૈશાખવદ ૬ને છે. તે દિવસ જાહેર તહેવાર તરીકે પાળવાની જરૂર છે. માટે આ પેઢીના વહિવટ કરનારા પ્રતિનીધીઓની કમીટીએ ઠરાવ કર્યો છે કે વૈશાખવદ ૬ (મારવા જેઠ વદ ૬) ને દિવસ આદિશ્વર ભગવાનની વર્ષગાંઠને છે. માટે તે દિવસ જાહેરતહેવાર તરીકે પાળવા ગામે ગામને સંઘને ખબર આપવામાં આવે છે, જે મજકુર દિવસે જાહેર તહેવાર દરેક ગામના સંઘે પાળ. શેઠ આણંદજી કલ્યાણજી ની ઓફીસ.
સહી. ઝવેરીવાડા–અમદાવાદ | મુળશંકર જેઠાભાઈ સં. ૧૯૭૦ ના જેઠ શુદ ૫ શનિ,
મેનેજર, - તા. ૩૦-૫-૧૯૧૪ )