________________
(૬૨૦) કિરણ ૧૨ મું.
શ્રી તિથપતિ દાદાનાં દહેરાની હકીકત
તિર્થાધિપતિ દેવાધિદેવ પ્રથમ તિર્થંકર શ્રી આદિશ્વર પ્રભુનું દહેરાસર તે આખા સિદ્ધાચળ તિર્થરાજનું “નાક? છે. આ દહેરાસરનું નામ વિકમ સં. ૧૬૫૦ થી “ નદીવર્ણન પ્રાસાદ” રાખી સંઘને જાહેર કર્યું છે. ખંભાત નિવાસી તેજપાળ સેનાએ કરેલા જિર્ણોદ્ધારના કાર્યની સફળતા મહાનું ઉદ્ધારકની પેઠે માની અગણિત દ્રવ્ય ખરચ્યું. સેની મજકુરે જિર્ણોદ્ધાર મહોત્સવ માટે ખંભાતથી શ્રી સિદ્ધાચળજીને સંઘ, તપાગચ્છાધિપતી, મોગલ પાદશાહ પ્રતિબંધક શ્રી વિજયહીરસૂરિશ્વરજી ગુરૂવર્યના ઉપદેશથી લાવ્યા. ત્યારે તેના ભેગા ૭૨ ગામના સંઘ હતા. તેનો એકંદર ૧૨૫૦૦૦) સવાલાખ યાત્રિકો હતા. સંઘને પડાવ લલિતાંગ સરોવરની પાળ-પાજ ઉપર તંબુ ડેરા પૂર્વક નાંખ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે સવાલાખ યાત્રુ એક રડે જમતુ, ગુરૂ કૃપાનું એ ફળ કેઈ અપૂર્વ છે. આ વખતે પાલીતાણાને દેખોવ રેનકદાર થઈ રહે તેમાં આશ્ચર્ય નથી. ઉપરક્ત સઘળી હકીકત દાદાના દહેરાના બહાર ક્યાં બે બાજુ મેટા ઘંટ છે. તેની