________________
(૧૧૮); સિંહ વાહનથી યુક્ત દર્શન દીધા હેવાથી તે રૂપે પણ રથાપના સંભવે છે.
હાથીપાળ સંબંધી જાહેરખબર. સં. ૧૮૮૭ના ચૈત્ર શુદિ ૧૫ ના રોજ સંવે ભેગા મળી જાહેર કર્યું છે કે-હાથીપળમાં કોઈએ દહેશે બાંધવા નહિં. અને જે કેઈ બાંધશે તે તે સંઘને ખૂની ગણાશે. સાથે ભેગા મળીને લખ્યું છે. માટે તેની ઉત્તર દક્ષિણ દિશામાં અંદર દેહેરાં બધાવવા નહિ. સં. ૧૮૬૭ના ચૈત્ર શુદિ ૧૫ ના રેજે લખ્યું છે. સહી છે.
ભરતચકિએ ભરાવેલ બિંબેને પ્રભાવ.
સિદ્ધાચળના પ્રથમ દ્વારક આ ચાલુ કાળમાં ભારતચક્રવત્તિ થયા. તેમણે મણિમય જિન પ્રતિમાઓ ભરાવીને પ્રતિષ્ઠા કરેલી. તે બિબે યુવણે ગુફામાં દેવઅધિષ્ઠીત પણે હાલ સ્થાપન છે. તે ગુફાને એક તરફ મુખ–દ્વારને ભાગ રાયણના પાસે છે. તે જે તે પ્રતિમાના કેઈ પણ રીતે દર્શન થાય છે તે દર્શનિક જરૂર ત્રીજે ભવે મોક્ષપદને પામે છે. કહે કેટલે બધે પ્રભાવ!! (શેત્રુંજય મહામ્ય.)