________________
(૧૧૦).
કિરણ ૧૦ મું. પ્રાય એ ગિરિ શાશ્વત, મહિમાને નહિ પાર * તિર્થાધિરાજ સિદ્ધાચળજી શાશ્વતે નથી, એ સત્ય છે. કેમકે જે વસ્તુનું મૂળથી જે સવરૂપ હય, તેજ સ્વરૂપ કંઈપણ ફેરફેર વિના કાયમ જ્યારે જોઈએ ત્યારે તે મૂળ પ્રમાણેજ જણાય તેને જ શાશ્વત કહીએ, મેરૂ પર્વત શાશ્વત છે.
સિદ્ધાચળ તિર્થરાજ અશાશ્વત્ પણ નથી, એ પણ બરાબર છે. કેમકે જે વસ્તુ મૂળ સ્વરૂપમાં હોય તે કઈ વેળા બદલાઈ જઈને બીજા રૂપમાં દેખાય. અને કઈ વેળા તેને સર્વથા નાશ પણ થાય તેને “અશાશ્વત” કહીએ. ત્યારે આ ઉપરોક્ત વાક્ય પ્રમાણે
શ્રીમાન તિથષિરાજ સિદ્ધાચળજી સદાકાળ-કાયમ પ્રાયઃ શાશ્વત ” છે. જે વસ્તુનું મૂળ સ્વરૂપ કાળના વહેવા સાથે વધે અને ઘટે. પરંતુ મૂળમાંથી જેને નાશ નથી અને પુનઃ ઘટેલ વધે તેજ પ્રાયઃ શાશ્વત કહીએ, સિદ્ધાચળજી દરેક અવસપિણિએ એંશી જોજનથી સાત હાથ સૂધીને હેય છે, ત્યારે દરેક ઉત્સપિણિએ સાત હાથથી