________________
(૧૦૦) શાસનની અવગણનામાં ઉત્તેજન આપવા બરાબર છે. માટે તે અનુકંપાથી પિષતાં અડચણ નથી. સુપાત્રદાન એજ કહેવાય કે માર્ગાનુસારે વત્તતા થકા ગ્રામાનુગ્રામ ભવ્યાત્માએના હિતાર્થે વિચરી રહી શ્રીવીરપ્રભુના શાસનમાં ઉદ્યોતને યથાશક્તિ પ્રકાશ પાડી રહ્યા છે. તેવાઓને વહોરાવતાં-ભક્તિ કરતાં સુપાત્રદાન કહેલ છે. કિમ્બહુના!
નવકાર મંત્રને છપ, ચૌદ પૂરવને સાર, મંત્ર નવકાર ગણિજે, સકળ મંત્ર સરદાર, ભાવથી નિત્ય ભણિજે, ચિંતા ચૂરક એહ, વળી વાંછિત પૂરનારે; વિન વ્યાધિ હરનાર, પાપ પ્રલય કરનારે. ત્રીજગમાં ત્રણકાળમાં, એ સમ બીજો કે નહિ; સ્થિર ઉપગે ધ્યાવતા, સ્વર્ગ મોક્ષ પામે સહી.