________________
(૧૦૭) કિરણ ૯ મું.
જેવો તે સંયમિ; શેત્રુજે પૂજનિક
આ સૂત્રમાં એ પ્રશ્ન ગુંથાયે છે કે-જે તે સંજમિ કહે કેને ? તેને ખુલાસે કરતાં શાસ્ત્રકાર જણાવે છે કે જેમણે દેશવિરતિપણું ત્યાગી સર્વવિરતીપણાને અંગિકાર કરી પંચમહાવ્રત ઉચરીને ચારિત્ર સુચારિત્ર પાળવાને સાધુત્વ અંગિકાર કર્યું છે. તેવા મજબૂત મનવાળા સાધુઓ મૂળ ગુણને બિલકુલ દુષણ લગાડતા નથી. અને ઉત્તરગુણને દુષણ લગાડે છે તે દુષણથી જે વ્રતને ભંગ થયો હોય, તેની આયણ લેવાથી શુદ્ધ થાય છે. માટે તેને દુષણ લગાડયાથી યા લાગ્યાથી સાધુને સંજમ જ નથી; કેમકે જ્યાં સૂધી છકાયની દયા છે, તથા વ્રતભંગના પ્રાયશ્ચિતની આયણ લેવાને પ્રણામ વર્તે છે, ત્યાં સુધી તેમને સંજમિ કહીએ. તે આલેયણા લેવાને ખપી તેવાઓને જે તે સંજમિ કહેલો છે.
શાખ–આ અધિકાર ઠાણુગ સૂવે, તથા ભગવતિ સૂત્રે છે. અને ગિતાર્થ ગુરૂઓથી શ્રવણ પણ તેવીજ રીતે . થાય છે.